મુકેશ અંબાણી આ શું કરતા જોવા મળ્યા મુંબઈના રસ્તા પર…

ઉદ્યોગપતિ અને વિશ્વના શ્રીમંતોમાના એક મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર ઘણી સાદી સરળ જિંદગી જીવે છે. ઘણીવાર તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ઘરમાં એક સાદા-સીધા કાઠિયાવાડી પરિવાર જેમ જ રહે છે, પણ ભઈ તેમનું સાદુ જીવન પણ આપણી માટે તો ઠાઠમાઠ જેવું જ હોવાનું. ત્યારે ઘર અને ઑફિસમાં સેંકડોનો સ્ટાફ હોય અને કોઈ કામ મુકેશ અંબાણી જાતે કરે તો સમાચાર તો બને.
આ પણ વાંચો : Mukesh Ambaniનું Antilia નહીં પણ આ છે દુનિયાનું મોંઘું અને આલીશાન ઘર…
થયું એવું કે એક અવાજ કરોને દસ ડ્રાઈવર હાજર થઈ જાય તેમ હોવા છતાં મુકેશભાઈ પોતે મુંબઈની સડકો પર ગાડી ડ્રાઈવ કરતા જોવા મળ્યા. મુકેશ અંબાણી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમને ડ્રાઈવરની સિટ પર બેસીને કાર ચલાવતા જોનારા કોઈએ વીડિયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે તેમની પુત્રી ઈશા પણ હતી. ઈશા તેમની બાજુમાં બેઠેલી જોવા મળી હતી. સામાન્ય રીતે મુકેશ અંબાણી પોતાની કારમાં બેકસીટ પર બેસેલા જોવા મળે છે, પરંતુ તેમને પોતાની મર્સિડિઝ ડ્રાઈવ કરીને એરોપોર્ટ પર જતા વીડિયોમાં જોઈ શકાય છે. મુકેશ અંબાણી પાસે ઘમી મોંઘીદાટ કાર અને પોતાના જેટ અને હેલિકૉપ્ટર છે.
તાજેતરમાં જ તેમની કંપનીની એન્યુઅલ મિટિંગ હતી, જેમાં તેમણે રિલાયન્સના શેરહોલ્ડર્સને એક શેર સાથે એક બૉનસ શેર આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ પણ વાંચો : બસ, માની લેશો Mukesh Ambaniની આ વાત તો…