Ambani Family પણ અચૂક માથું ટેકાવે છે એ Ganesh Templeની આ છે વિશેષતા…

અંબાણી પરિવાર (Ambani Family) પોતાની વૈભવી, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે જ પોતાની આસ્થા માટે પણ એટલું જ જાણીતું છે. આજે આપણે અહીં મુંબઈના એક એવા ગણેશ મંદિરની વાત કરીશું કે જ્યાં અંબાણી પરિવાર પણ શ્રદ્ધાથી માથું ટેકવે છે. આ મંદિરની ગણતરી મુંબઈના ઈચ્છાપૂર્તિ ગણેશ તરીકે પણ કરવામાં આવે છે. હવે તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે ને કે આખરે એવું તે કયું મંદિર છે-
અહીં વાત થઈ રહી મુંબઈના પ્રભાદેવી ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak Temple, Prabhadevi)ની. આ મંદિરમાં સ્થાપવામાં આવેલી ગણેશજીની પ્રતિમા જ આ મંદિરને ખાસ બનાવે છે કારણ કે અહીં બાપ્પાની સૂંઢ જમણી બાજુએ વળેલી છે. એવી માન્યતા છે કે જમણી તરફ સૂંઢવાળા બાપ્પાનું કનેક્શન સિદ્ધિપીઠ સાથે હોય છે. આવી પ્રતિવાળા મંદિર જ સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો : Mukesh Ambaniએ ભરી મહેફિલમાં કર્યું કંઈક એવું કે Nita Ambaniએ મોઢું છિપાવી દીધું?
લોક માન્યતા અનુસાર સિદ્ધિ વિનાયકનો મહિમા અપરંપાર છે અને તે ભક્તોની મનોકામના પૂરી કરે છે. એવી માન્યતા છે કે આપણે આવા ગણેશજી પોતાના ભક્તો પર સહેલાઈથી પ્રસન્ન થાય છે અને એટલા જ ઝડપથી કોપાયમાન પણ થાય છે.
સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે અને પોતાની ઈચ્છા પૂર્તિ માટે બાપ્પાની માનતા પણ માને છે. આ સિવાય અનેક સેલિબ્રિટીઝ પણ અવારનવાર આ મંદિરમાં બાપ્પાના આશિર્વાદ મેળવવા પહોંચે છે. મંદિરમાં પહેલી આરતી સવારે 5.30 કલાકે થાય છે. મંદિરના દ્વાર સવારે 10.45 કલાકથી 1.30 કલાક સુધી પૂજા, નૈવેદ્ય અને આરતી માટે બંધ રાખવામાં આવે છે.
કોઈ પણ ફિલ્મનું પ્રમોશન હોય કે સ્ટાર્સની લગ્ન સેલેબ્સ સિદ્ધિવિનાયકના દર્શને અચૂક પહોંચે છે. એટલું જ નહીં પણ અંબાણી પરિવાર પણ અવારનવાર આ મંદિરના દર્શને આવતો જ હોય છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હોય કે વાર-તહેવારે અંબાણી પરિવાર બાપ્પાના આશિર્વાદ લેવા અહીં ચોક્કસ પહોંચે છે.