આમચી મુંબઈમહારાષ્ટ્ર

MSRTC કર્મચારીઓની હડતાળ સમેટાઈ

ST કર્મચારીઓની હડતાળ: રાજ્ય પરિવહન નિગમ (ST)ના કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓ માટે બે દિવસથી હડતાળ શરૂ કરી હતી. જેના કારણે રાજ્યભરની એસટી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દરમિયાન આ મામલે મુખ્ય પ્રધાન અને એસટી વર્કર્સ યુનિયન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એસટી કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.

આજે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે એસટી કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી હતી અને તેમના પગારમાં વધારો કર્યો હતો. સરકારે કર્મચારીઓના મૂળ પગારમાં સાડા છ હજાર રૂપિયાનો વધારો કરવા સંમતિ આપી છે. તેમજ જે કર્મચારીઓને વિવિધ ગુનાહિત આરોપોને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા, સરકાર તેમને ફરીથી નોકરી પર રાખવા પણ સંમત થઈ હતી. સરકારના આ નિર્ણય બાદ એસટી કર્મચારી સંગઠનોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને તેમની હડતાળ પાછી ખેંચી હતી.

આ પણ વાંચો : ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે

દરમિયાન સરકારના આ નિર્ણય બાદ બીજેપી નેતા ગોપીચંદ પડલકરે મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એસટી કર્મચારીઓની માંગણીઓ સાથે સંમત થયા છે અને તેમને સાડા છ હજાર રૂપિયાનો પગાર વધારો આપ્યો છે. જેમના પગારમાં વર્ષ 2021માં પાંચ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમના મૂળ પગારમાં રૂ. દોઢ હજારનો વધારો કરવામાં આવ્યો છે. જેમને 4000 નો વધારો આપવામાં આવ્યો હતો તેમના પગારમાં 2500 નો વધારો થયો છે. જેમના પગારમાં 2500નો વધારો થયો હતો, તેમના પગારમાં 4000 રૂપિયાનો વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button