એમએસઆરટીસીના સાત કર્મચારીઓને દારૂ પીને ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ કરાયા

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના સાત કર્મચારીઓને દારૂના નશામાં ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્ય પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકના કાર્યાલય દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે સાત કર્મચારીઓમાં ત્રણ ડ્રાઇવર, એક ક્ધડક્ટર, બે મિકેનિકલ કર્મચારી અને એક ક્લીનરનો સમાવેશ છે. આ તમામ અલગ અલગ ડેપોમાં કામ કરે છે.
આપણ વાંચો: આણંદમાં નશામાં ભાન ભૂલ્યો વકીલ, કહ્યું – તાકાત હોય એ કરી લે
આ અંગે ઘણી ફરિયાદો મળ્યા બાદ પ્રધાનના નિર્દેશ પર કાર્યવાહી કરતા એમએસઆરટીસી દ્વારા ફરજ પર હાજર કર્મચારીઓએ દારૂનું સેવન કર્યું છે કે કેમ તે જાણવા 28 ઑક્ટોબરે રાજ્યવ્યાપી ઓચિંતુ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 719 ડ્રાઇવરો, 524 ક્ધડક્ટરો અને 458 મિકેનિકલ કર્મચારીઓ સહિત કુલ 1,701 કર્મચારીઓ પર બ્રેથ એનલાઇઝર ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી.
પ્રતાક સરનાઇકે જણાવ્યું હતું કે એમએસઆરટીસી દ્વારા નિયમિતપણે આવી તપાસ કરવી જોઇએ અને દારૂ પીને ફરજ પર હાજર થનારાઓ સામે કોઇ પણ દયા દાખવ્યા વિના કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. (પીટીઆઇ)



