મુંબઈ રિજનના 27 ફ્લાયઓવર માટે MSRDCએ લીધો આ નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આઈઆઈટી દ્વારા ૨૭ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશન આવતા મહિને આ કામ શરૂ કરવા માગે છે. આ અંગે રિપોર્ટ આવ્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશને 1999માં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ટ્રાફિકને હળવો કરવા માટે પંચાવન ફ્લાયઓવર બાંધવાનું નક્કી કર્યું હતું. નવી યોજના મુજબ કુલ ૩૭ બ્રિજમાં ૨૭ ફ્લાયઓવર, ૪ સબ-વે, ૧ રેલવે ઓવરબ્રિજ, એક ખાડી બ્રિજ, ચાર જંકશન બનાવવામાં આવ્યા હતા. આ તમામ બ્રિજ હા લમાં સારી સ્થિતિમાં છે અને જરૂરિયાત મુજબ તેનું સમારકામ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશને જણાવ્યું હતું.
એમએસઆરડીસીના અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે બ્રિજને રિપેર કરવાની જરૂર છે કે કેમ તે નક્કી કરવા માટે માળખાકીય નિરીક્ષણ હાથ ધરવામાં આવશે, જેમાં લોડ ક્ષમતા, બેરિંગની સ્થિતિ, બ્રિજની મજબૂતાઈની તપાસ કરવામાં આવશે. આ કામનો ખર્ચ અને કામ ક્યારે શરૂ કરવું તેમ જ કામ ક્યારે પૂરુંપૂરું કરવું તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તપાસ માટે ૨૭ બ્રિ જને પ્રાથમિકતા આપવામાં આવશે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.