મૃત નગરસેવકનું ફેસબૂક અકાઉન્ટ ઓપરેટ કરવા બદલ શિવસેનાના કાર્યકરની અટકાયત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મૃત નગરસેવકનું ફેસબૂક અકાઉન્ટ ઓપરેટ કરવા બદલ શિવસેનાના કાર્યકરની અટકાયત

થાણે: થાણેમાં રાજકીય પક્ષના કેટલાક નેતાઓએ શિવસેના (યુબીટી) સાથે સંકડાયેલા યુવકની અટકાયતનો વિરોધ કર્યો હતો, જેણે ભાજપના મૃત નગરસેવક વિલાસ કાંબળેના નામના ફેસબૂક અકાઉન્ટ પરથી શાસક પક્ષને લક્ષ્ય બનાવતી પોસ્ટ અપલોડ કરી હતી.

આ નેતાઓએ દાવો કર્યો હતો કે શ્રીનગર પોલીસે ચંદ્રેશ યાદવની અટકાયત કર્યા બાદ પણ એક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે તે નિર્દોષ છે.

આપણ વાંચો: પીએમ મોદીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની કેમ કરવામાં આવી અટકાયત? જાણો…

શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસે એક નિર્દોષ વ્યક્તિને અટકાયતમાં લીધી છે. શ્રીનગર પોલીસ સ્ટેશન શિવસેનાની એક શાખા બની ગયું છે.

ચંદ્રેશ યાદવ ગરીબ પરિવારનો દીકરો છે અને તેને પોલીસે અન્યાયી રીતે અટકાયતમાં લીધો અને માર માયો હતો. ચંદ્રેશનાં માતા-પિતાએ જ્યારે તેના કેસની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની અવગણના કરવામાં આવી, એમ એનસીપી (એસપી)ના ભૂતપૂર્વ નગરસેવક અમિત સરૈયાએ જણાવ્યું હતું.

દરમિયાન કાંબળેના ભાઇ સુરેશ કાંબળેએ દાવો કર્યો હતો કે તે જ્યારે પોલીસ સ્ટેશન ગયો ત્યારે શિવસેનાના કાર્યકરોએ તેની મારપીટ કરી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button