ઘાટકોપર અને કુર્લાવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, હજુ આટલા દિવસ સંભાળીને પાણી વાપરજો નહીં તો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિલિંદ નગર, પવઈમાં ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં આજે સાંજે અચાનક મોટું ગળતર જણાઈ આવ્યું હતું, તેને કારણે ઘાટકોપર જળાશયને થનારો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામને ૧૫ કલાકનો સમય લાગવાની શક્યતા છે, જેથી લોકોએ પાણી સંભાળીને વાપરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તેથી આજે અને આવતીકાલે એટલે શનિવારે સવારના આઠ વાગ્યા સુધી ઘાટકોપર સહિત કુર્લામાં પાણીપુરવઠો બંધ રહેશે
આજે અને આવતીકાલે સવાર સુધી ઘાટકોપરના આ વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થશે જેમાં વોર્ડ નંબર ૧૨૩, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૩૦: આનંદગઢ, શંકર મંદિર, રામ નગર, હનુમાન મંદિર, રાહુલ નગર, કૈલાશ નગર, સંજય ગાંધી નગર, વર્ષા નગર, જયમલ્હાર નગર સમાવેશ થાય છે.
આપણ વાંચો: પાણીની પાઈપલાઈનોને બદલવા માટે 309 કરોડ રૂપિયા ખર્ચાશે
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં ખંડોબા ટેકડી, શિવાજી નગર, આંબેડકર નગર, નિરંકારી કોલોની, વર્ષા નગર ટાંકી (વર્ષા નગર ખાતે શોષણ ટાંકી અને પમ્પિંગ સ્ટેશન દ્વારા વિતરિત સમગ્ર વિસ્તાર), ‘ડી’ અને ‘સી’ મ્યુનિસિપલ કોર્પોરેશન કોલોની, રાયગઢ વિભાગ, ગાવદેવી પઠાણ ચાલ, અમૃત નગર, ઇન્દિરા નગર ૨, અમીનાબાઈ ચાલ, કટોડી પાડા, ભીમ નગર, ઇન્દિરા નગર ૧, અલ્તાફ નગર, ગેલ્ડા નગર, જગદુષા નગર, ગોલીવાલ માર્ગ, સેવા નગર, ઓ. એન. જી. સી. કોલોની, મઝગાંવ પોર્ટ કોલોનીનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: પાણીની પાઈપલાઈનમાં લીકેજ રોકવા રૂ. ૧૩૩ કરોડ ખર્ચાશે
ગંગાવાડી પ્રવેશ નં. 2, અંશતઃ વિક્રોલી પાર્ક સાઇટ વિસ્તાર (આનંદગઢ શોષણ ટાંકી અને ઉદાનચન કેન્દ્ર દ્વારા વિતરણ વિસ્તાર), સિદ્ધાર્થ નગર, સાંઈનાથ નગર અને પાટીદારવાડી, ભટવાડી, બર્વે નગર, કાજુ ટેકડી, ન્યુ દયાસાગર અને રામજી નગર વગેરેનો સમાવેશ થાય છે. તો એલ વોર્ડ કુર્લામાં વોર્ડ નં. ૧૫૬, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧, ૧૬૪, સંઘર્ષ નગર, ખૈરાણી માર્ગ, યાદવ નગર, જે. એમ. એમ. માર્ગ, લક્ષ્મીનારાયણ મંદિર માર્ગ, કુલકર્ણીવાડી, સરદારવાડી, ડિસોઝા કમ્પાઉન્ડ, અયપ્પા મંદિર માર્ગ, મોહિલી જળમાર્ગ, લોયલકા તળાવ, પેરેરાવાડી, ઇન્દ્ર બજાર, ભાનુશાલી વાડી, અસલ્ફા ગામ, એન. એસ. એસ. માર્ગ, નારાયણ નગર, સાને ગુરુજી પમ્પિંગ, હિલ નં. 3, ભીમ નગર, આંબેડકર નગર, અશોક નગર, હિમાલય સોસાયટી, વાલ્મીકિ માર્ગ, નૂરાની મસ્જિદ, મુકુંદ કમ્પાઉન્ડ, સંજય નગર, સમતા નગર, ગાયબાન શાહ બાબા દરગાહ માર્ગ વિસ્તારનો સમાવેશ થાય છે.