આમચી મુંબઈ

દિવાળીના ફટાકડાં સાથે પોલીસ સ્ટેશનમાં ‘ટ્રિગ…ટ્રિંગ’નો અવાજ: ફરિયાદ માટે આવ્યા 5000થી વધુ ફોન

મુંબઇ: મુંબઇગરાઓએ રવિવારની સાંજે એક તરફ દિવાળીની ઉજવણી કરતાં ફટાકડાં ફોડવા શરુઆત કરી અને બીજી બાજુ સતત વાગી રહેલ હજી એક અવાજ સંભળાયો અને એ હતો મુંબઇ પોલીસ કંટ્રોલ રુમના ફોનનો અવાજ. સૂત્રોથી મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસ કંટ્રોલ રુમને રવિવાર મોડી સાંજથી સોમવાર વહેલી સવાર સુધી ફરિયાદના 5 હજારથી વધુ ફોન આવ્યા હતાં.

મુંબઇ પોલીસને આવેલી ફરિયાદો મુજબ સોમવારે વહેલી સવાર સુધી ફટાકડાનો અવાજ થઇ અને આતિષબાજી થઇ રહી હતી. સતત થઇ રહેલ અવાજોથી કંટાળેલા લોકો એક પછી એક કંટ્રોલ રુમ પર ફોન કરી રહ્યાં હતાં અને ફરિયાદ પણ કરી રહ્યાં હતાં. લાઇન સતત વ્યસ્ત હોવાથી કેટલાકં કોલ તો રિસીવ પણ નહતાં થયાં. કોલ ન લાગતાં લોકોએ ટ્વીટરના માધ્યમથી ફરિયાદ નોંધાવવાની શરુઆત કરી હતી. આ ફોન ફટાકડા અને આતિષબાજીના અવાજોથી કંટાળેલા નાગરિકો કરી રહ્યાં હતાં.

મુંબઇમાં પ્રદૂષણનું સ્તર નીચું હોવાથી મુંબઇ હાઇકોર્ટે દિવાળીમાં રાત્રે 8 થી 10 વાગ્યા દરમીયાન જ ફટાકડા ફોડવાનો આદેશ આપ્યો હતો. આ અંગે મુંબઇ પોલીસ દ્વારા વારંવાર અપીલ પણ કરવામાં આવી. જોકે મુંબઇગરા કોર્ટના આદેશને ધરાર નજર અંદાજ કરતાં જોવા મળ્યા હતાં. રાત્રે દસ વાગ્યાથી શરુ થયેલા ફોન વહેલી સવાર સુધી આવી રહ્યાં હતાં એવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની દિવાળીમાં મુંબઇમાં સૌથી વધુ ધ્વની પ્રદૂષણ નોંધાયું છે. આવાઝ ફાઉન્ડેશને મરીન ડ્રાઇવ પર ફટાકડાનો અવાજ રેકોર્ડ કર્યો તો તે 117 ડેસિબલ આવ્યો હતો. જે 2021 અને 2022ની સરખામણીમાં સૌથી વધુ હતો. મલાડમાં હવાના પ્રદૂષણની ગંભીર પરિસ્થિતી જણાઇ આવી છે. દાદર, બાંદ્રા કાર્ટર રોડ અને કોલાબામાં ફટાકડાના અવાજનું ડેસિબલ ચકાસવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button