આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?
મુંબઈ-મડગાંવ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસમાં 8 એડિશનલ કોચ જોડવામાં આવ્યા

મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ છે. મુંબઈ શહેરમાં વસતા રાજ્યના હજારો લોકો ગણેશોત્સવ નિમિત્તે પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. આ સમયે રોડ અને રેલવેના બધા પ્રવાસ વિકલ્પોમાં લોકોને ટિકિટો મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે.
ગણેશચતુર્થી દરમિયાન તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને 380થી વધુ ટ્રેન દોડાવવામાં આવી છે, જેમાં ગયા વર્ષની તુલનામાં ચાલીસ વધુ ટ્રેન દોડાવી છે.
આપણ વાંચો: કોંકણમાં ગણેશોત્સવ માટે 16 સ્પેશિયલ ટ્રેન
મધ્ય રેલવેએ ગયા વર્ષે 302 ટ્રેન દોડાવી હતી. પનવેલ-ચિપલુણ વચ્ચે છ અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવવાની મધ્ય રેલવેએ જાહેરાત કરી છે. આ ઉપરાંત, મધ્ય રેલવેએ મુંબઈ CSMT-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ માટે કોચમાં કામચલાઉ વધારો કરવાની જાહેરાત કરી છે.
મધ્ય રેલવે દ્વારા સંચાલિત આ ટ્રેન ઓગસ્ટમાં પસંદગીની તારીખોએ 8ને બદલે 16 કોચ સાથે દોડશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને તહેવારો ટાંકણે બંધ કરી દેવાઈ!
મુંબઈ CSMT-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22229) 25, 27 અને 29 ઓગસ્ટના 16 કોચ સાથે દોડશે, જ્યારે મડગાંવ-મુંબઈ CSMT (ટ્રેન નં. 22230) 26, 28 અને 30 ઓગસ્ટના રોજ 16 કોચ સાથે દોડશે.
મુંબઈ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ 765 કિમીનું અંતર 10 કલાક અને 35 મિનિટમાં કાપે છે, જે આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન છે. સેન્ટ્રલ રેલવેએ પ્રવાસીઓને આ સુવિધાની નોંધ લઈને તેનો લાભ ઉઠાવવા વિનંતી કરી છે.