Monsoon Special: ચોમાસામાં ટ્રેક પર પેટ્રોલિંગ માટે Konkan રેલવેની મોટી જાહેરાત
મુંબઈઃ ચોમાસાની શરૂઆત સાથે કોંકણ રેલવે (Konkan Railway)એ રુટ પર વરસાદ સંબંધિત પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ટ્રેક પર ૨૪ કલાક પેટ્રોલિંગ (24 hour patrolling), અદ્યતન સંચાર પ્રણાલીનો ઉપયોગ અને પૂર ચેતવણી પ્રણાલીની સ્થાપના જેવા અનેક સલામતીનાં પગલાં હાથ ધરવામાં આવ્યા છે.
કોંકણ રેલવેના જણાવ્યા અનુસાર તે ચોમાસાની મોસમ દરમિયાન ટ્રેક પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ માટે ૬૭૨ કર્મચારીઓને તૈનાત કરી રહ્યું છે, એમ એક નિવેદનમાં કોંકણ રેલવેએ જણાવ્યું હતું કે તે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રોટોકોલમાં તેની ભાગીદારી અને ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) તરફથી નિયમિત હવામાન અપડેટ્સ દ્વારા સમર્થિત, સુરક્ષિત અને સરળ મુસાફરી અનુભવ સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.
કોંકણ રેલવે માર્ગ પર દર વર્ષે ચોમાસામાં ભૂસ્ખલન અને પથ્થર તૂટી જવાના બનાવો બને છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે ચોમાસાની ઋતુ દરમિયાન તેની તૈયારીઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : Central Railway પર એસી ટાસ્ક ફોર્સે 2,979 પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી વસૂલ્યો આટલો દંડ…
સલામતીના પગલાં અને ઓપરેશનલ તત્પરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ સામે નેટવર્કને મજબૂત કરવા માટે કેચ વોટર ડ્રેઇન્સની સઘન સફાઇ અને રેલવે કટીંગની ઝીણવટભરી તપાસનો સમાવેશ થાય છે.
રેલવે ચોમાસા દરમિયાન રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ માટે ૬૭૨ કર્મચારીઓને તૈનાત કરશે. સંવેદનશીલ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં સાવચેતીના પગલાં તરીકે ઝડપ પર નિયંત્રણો લાદવામાં આવશે.
કોંકણ રેલવેએ ઉમેર્યું હતું કે મુખ્ય સ્થાનો પર બીઆરએન-માઉન્ટેડ એક્સેવેટર્સ અને રેલ જાળવણી વાહનોનું વ્યૂહાત્મક પ્લેસમેન્ટ ઝડપી કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓને સુનિશ્ચિત કરે છે. કોંકણ રેલવે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સેવાઓનું સંચાલન કરે છે.