આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોરીવલીના સ્વિમીંગ પૂલમાં ‘મન્કી મસ્તી’

બળબળતી બપોરે વાનરોએ માણી સ્વિમીંગની મોજ

મુંબઈ: મુંબઈ સહિત આખા રાજ્ય અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાનો કેર વર્તાઇ રહ્યો છે અને ફક્ત માણસો જ નહીં, પ્રાણીઓ અને પક્ષીઓ પણ સૂર્યદેવના કોપનો ભોગ બન્યા છે. એક બાજુ લોકો ધોમધખતા તાપ, ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે નીતનવા કિમીયા અજમાવી રહ્યા છે ત્યારે મૂક પ્રાણીઓએ પણ ગરમીથી રાહત મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો હોય, તેવું સોશિયલ મીડિયા પર ફરી રહેલા બોરીવલીના એક વીડિયો પરથી સાબિત થાય છે.

રીવલીની એક સોસાયટીના સ્વિમીંગ પૂલમાં ગરમીથી હેરાન થયેલું વાનરોનું ટોળું આવીને મોજ મસ્તી કરી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

વીડિયોમાં વાનરોનું ટોળું ખરા બપોરે સ્વિમીંગ પૂલમાં ઠંડા પાણીમાં સ્વિમીંગ કરીને ગરમીથી રાહત મેળવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો બોરીવલી ઇસ્ટના નેશનલ પાર્ક વિસ્તારની નજીક આવેલી રાહેજા સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં છથી આઠ વાનરો જોવા દેખાય છે જે એક સ્વિમીંગ પૂલમાંથી બીજા સ્વિમીંગ પૂલમાં રીતસરના તરી રહ્યા હોવાનું દેખાય છે.

જોકે, આ વીડિયો પરથી મૂક પ્રાણીઓ પણ આકરા મોસમ દરમિયાન માણસોની જ જેમ હેરાન થતા હોવાનું સ્પષ્ટ થાય છે. લોકોએ આ વીડિયોના કોમેન્ટ્સમાં લોકોને પોતાના ઘરની બહાર કે બારીની બહાર પ્રાણી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી નાનકડું કુંડું મૂકવું જોઇએ, તેવી સલાહ આપી હતી અને લોકોએ આ સલાહને વધાવી પણ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button