મોહન ભાગવતનો વિરોધ કરવા માટે નિતેશ રાણેએ રાજીનામું આપવું જોઈએ: સંજય રાઉત | મુંબઈ સમાચાર

મોહન ભાગવતનો વિરોધ કરવા માટે નિતેશ રાણેએ રાજીનામું આપવું જોઈએ: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દિલ્હીની એક મસ્જિદની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મુસ્લિમ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. મોહન ભાગવત અખિલ ભારતીય ઇમામ સંગઠનના ઉમર અહમદ ઇલ્યાસીને મળ્યા હતા. તેમની સાથેની બેઠકમાં અન્ય મુસ્લિમ નેતાઓ પણ હાજર હતા.

બંધ દરવાજા પાછળ યોજાયેલી આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. આ બેઠક પછી દેશભરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. આ બાબતને મુદ્દો બનાવીને શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, જો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત મુસ્લિમ ધાર્મિક નેતાઓ સાથે મુલાકાત અને ચર્ચા કરી રહ્યા છે, તો નિતેશ રાણેએ તાત્કાલિક તેમના પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી

સંજય રાઉતે એવો કટાક્ષ કર્યો હતો કે મોહન ભાગવતની મસ્જિદની મુલાકાત નિતેશ રાણેના વિચારોની વિરુદ્ધ છે.
સંજય રાઉતે કહ્યું, જો મોહન ભાગવત મુસ્લિમ સમુદાયના અગ્રણી ધર્મગુરુઓ સાથે વાત કરી રહ્યા છે, તેમના વિચારો સમજી રહ્યા છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, તો ટીકા લગાવનારા નેતાઓ પરેશાન થયા હશે. તે નિતેશ રાણે જ હશે.

મણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે મંત્રાલયમાં રહેવું જોઈએ નહીં. રાણેએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું જોઈએ અને મોહન ભાગવતની મસ્જિદની મુલાકાત સામે પોતાનો વિરોધ નોંધાવવો જોઈએ.

શિવસેના (યુબીટી)ના સાંસદે કહ્યું હતું કે, જો દેવેન્દ્ર ફડણવીસના પ્રધાનમંડળ અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના પ્રધાનમંડળમાં બેઠેલા લોકો મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથેની વાતચીત સાથે સહમત નથી, તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. જો નિતેશ રાણે સરસંઘચાલકની ભૂમિકા અને તેમના વિચારો સાથે સહમત નથી, તો તેમણે પ્રધાનમંડળ છોડી દેવું જોઈએ.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button