મોદીના સ્વદેશી નારાને તેમના જ સાથીઓ તરફથી કચરાની ટોપલી
રાજ્યના પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા વિદેશી ‘ટેસ્લા’ની ખરીદી પર કૉંંગ્રેસની ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીનો નારાને કચરાની ટોપલીમાં નાખવાનું કામ કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, શું અમેરિકન કાર ખરીદવી, તે પણ સંપૂર્ણપણે આયાતી, વડાપ્રધાન મોદીના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન નથી? શું તે ભાજપની આગેવાની હેઠળની સરકારના પ્રધાન તરફથી છે અને ભાજપે આ મુદ્દા પર સ્પષ્ટતા કરવી જોઈએ, એમ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું.
આપણ વાંચો: પરિવહન મંત્રી સરનાઈકે ગુણવત્તાયુક્ત પરિવહન સેવાનું વચન આપ્યું
સચિન સાવંતે વધુમાં કહ્યું કે ઈડીએ પ્રતાપ સરનાઈક પર નોટિસ જારી કરી છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પણ સરનાઈકના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. હવે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે અમેરિકન કંપની દ્વારા બનાવેલી ટેસ્લા કાર ખરીદી છે, આ અમેરિકન કાર ખરીદવા માટે કયા પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો જવાબ ગુલદસ્તામાં રહેશે.
શિવસેનાને ખબર પણ નથી કે ગઈકાલ સુધી મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ, અબકી બાર ટ્રમ્પ સરકાર, હાઉડી ટ્રમ્પ કહેતા નરેન્દ્ર મોદીએ પોતાનું સૂત્ર બદલીને હિન્દી ચીની ભાઈ ભાઈ કરી દીધું છે. તેથી સાથી પક્ષો હવે મહાયુતિની જેલમાં સુરંગ ખોદવાનું કામ કરી રહ્યા છે.
આપણ વાંચો: દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
વડા પ્રધાન મોદીએ સ્વદેશીનો નારો આપ્યો છે, તેઓ પોતે વિદેશી અને મોંઘા માલનો ઉપયોગ કરે છે. નરેન્દ્ર મોદી જર્મન બનાવટની બીએમડબ્લ્યુ કાર, ઇટાલિયન બનાવટનો જ્યોર્જિયો અરમાની સૂટ વાપરે છે.
તેઓ અમેરિકન કંપની કેનેથ કોલના જૂતા, ઇટાલિયન કંપનીની ઘડિયાળ, અમેરિકન કંપની કોપર વિઝનના ચશ્મા અને અમેરિકન કંપનીનો આઇફોન વાપરે છે. તેઓ 8,000 કરોડ રૂપિયાના વિમાનનો ઉપયોગ કરે છે. એવી ચર્ચા છે કે તેઓ જે મશરૂમ ખાય છે તે પણ વિદેશથી આવે છે, એમ સચિન સાવંતે કહ્યું હતું.