મોદી-મસ્કની બેઠક બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરુ કરી, આ રીતે અરજી કરી શકાશે…

મુંબઈ: તાજેતરમાં યુએસ પ્રવાસ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ ઈલોન સાથે મુલાકાત (Modi-Musk Meeting)કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ સંકેત આપ્યો છે, મસ્ક ભારતમાં બિઝનેસ કરવા માંગે છે. એવામાં ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાએ (Tesla) ભારતમાં ભરતી શરૂ કરી દીધી છે, જેના માટે અરજીઓ પણ મંગાવવામાં આવી છે.
Also read : અમેરિકાના રાજ્યોએ DOGEના વડા તરીકે મસ્કની ભૂમિકા સામે દાવો માંડ્યો
ટેસ્લાએ 13 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. મુંબઈ અને દિલ્હીમાં સર્વિસ ટેકનિશિયન સહિત 5 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. જ્યારે, કસ્ટમ એંગેજમેન્ટ મેનેજર અને અન્ય જગ્યાઓ માટેની ખાલી જગ્યાઓ ફક્ત મુંબઈ માટે છે.
આ હોદ્દાઓ માટે ભરતી:
ટેસ્લા વેબસાઇટ અનુસાર, મુંબઈ માટે સર્વિસ એડવાઇઝર, પાર્ટ્સ એડવાઇઝર, સર્વિસ ટેકનિશિયન, સર્વિસ મેનેજર, ટેસ્લા એડવાઇઝર, સ્ટોર મેનેજર, બિઝનેસ ઓપરેશન્સ એનાલિસ્ટ, કસ્ટમર સપોર્ટ સુપરવાઇઝર, કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ, ડિલિવરી ઓપરેશન્સ સ્પેશિયાલિસ્ટ, ઓર્ડર ઓપરેશન્સ સ્પેશિયાલિસ્ટ, ઇનસાઇડ સેલ્સ એડવાઇઝર, કન્ઝ્યુમર એંગેજમેન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ રીતે કરી શકાશે અરજી:
નોકરી વિશે વિગતવાર માહિતી મેળવવા અને અરજી કરવા માટે, તમે ટેસ્લાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકો છો આ માટે, ફોર્મમાં નામ, ઇમેઇલ સહિત ઘણી માહિતી દાખલ કરવાની રહેશે.
Also read : PM Modi-Donald Trump વચ્ચેની બેઠક મુદ્દે ચીનને લાગ્યા મરચા, કહ્યું જોજો ત્રીજાને…
ભારતે કસ્ટમ ડ્યુટી ઘટાડી:
ગુરુવારે વોશિંગ્ટનમાં એલોન મસ્ક અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક થઇ હતી. બંને વચ્ચેની ચર્ચામાં ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા ચર્ચા થઇ હતી. ભારતે 40 હજાર ડોલરથી વધુ કિંમતની કાર પર કસ્ટમ ડ્યુટી 110 ટકાથી ઘટાડીને 70 ટકા કરી દીધી છે.