BMCમાં નોમિનેટ નગરસેવક પદ માટે ‘મનસે’ એક્ટિવઃ ઉદ્ધવ રાજ ઠાકરેને મદદ કરશે?

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથી પક્ષ શિવસેના (યુબીટી)ના ક્વોટામાંથી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)માં નામાંકિત નગરસેવકનું પદ મેળવવા માટે સક્રિય થઈ રહ્યો છે. મનસેના નગરસેવક યશવંત કિલ્લેદારે જણાવ્યું હતું કે બીએમસીમાં નોમિનેટ કોર્પોરેટરોની સંખ્યા હવે 10 થઈ ગઈ છે.
કિલ્લેદારએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષના સંખ્યાબળ અનુસાર ભાજપને છ અને શિવસેનાને બે બેઠક મળવાની ધારણા છે. શિવસેના (યુબીટી) અને કોંગ્રેસને અનુક્રમે ત્રણ અને એક બેઠક મળવાની ધારણા છે. અમારી તાકાતને કારણે મનસે અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનને કોઈ નોમિનેટેડ કોર્પોરેટરનું પદ મળવાનો કોઈ પ્રશ્ન જ નથી.’ 227 સભ્યોની મહાનગરપાલિકામાં મનસેએ છ બેઠકો જીતી હતી.
‘અમારા પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોએ માંગ કરી છે કે અમને શિવસેના (યુબીટી) ક્વોટામાંથી એક નામાંકિત કોર્પોરેટરનું પદ મળવું જોઈએ. અમે આ વાત અમારા અધ્યક્ષ રાજ ઠાકરેને જણાવી દીધી છે. તેઓ અને ઉદ્ધવ ઠાકરે તે મુજબ નિર્ણય લેશે,’ તેમણે જણાવ્યું હતું.15 જાન્યુઆરીએ થયેલી બીએમસી ચૂંટણીમાં બંને ઠાકરે ભાઈઓના નેતૃત્વ હેઠળના પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી.
(પીટીઆઈ)



