મનસેના દીપોત્સવનો વીડિયો પર્યટન વિભાગના સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા વિવાદ...
આમચી મુંબઈ

મનસેના દીપોત્સવનો વીડિયો પર્યટન વિભાગના સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા વિવાદ…

મુંબઈઃ મુંબઈ બહાર રહેતા લોકોને મુંબઈમાં પર્યટન માટે આકર્ષીત કરવા મહારાષ્ટ્ર પર્યટન વિભાગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર દીપોત્સવના અમુક વીડિયો અને તસવીરો મૂકી, પરંતુ આ તસવીરો દાદર ખાતેના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કના છે, જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દીપોત્સવનું આયોજન કરે છે.

આથી હવે મનસેએ તેના ટ્વીટર હેન્ડલ પર ફડણવીસ સરકારની ટીકા કરતી પોસ્ટ મૂકી છે અને પર્યટન પ્રધાન શંભુરાજ દેસાઈને ટેગ કર્યા છે. તેમણે મનસેના કાર્યક્રમનો શ્રેય પણ રાજ્ય સરકાર લઈ રહી છે તેમ લખ્યું છે.

મનસેએ શું લખ્યું ટ્વીટર હેન્ડલ પર

એક તરફ રાજ ઠાકરે અને પિતરાઈ અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કુંટુંબની હાજરીમાં દીપોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બન્ને પરિવારોમાં ભારે તાલમેલ જોવા મળતા ફરી બીએમસીની ચૂંટણીમાં તેઓ સાથે ઝંપલાવશે, તેમ લાગતું હતું. હવે ફડણવીસ સરકારે જ્યારે તેમના દીપોત્સવને ટાંક્યો છે ત્યારે મનસેએ તેના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ મૂકી છે.

મહારાષ્ટ્ર પર્યટન વિભાગે મુંબઈ અને મુંબઈની બહારના પ્રવાસીઓને તેમના X હેન્ડલ દ્વારા મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં દીપોત્સવના કેટલાક સ્નેપશોટ બતાવીને આ અનુભવ કરવા અપીલ કરી છે. દિવાળી એ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે.

આ તહેવાર નિમિત્તે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના છેલ્લા 13 વર્ષથી શિવાજી પાર્ક મેદાનમાં દીપોત્સવનું આયોજન કરી રહી છે. ભલે આ દીપોત્સવ MNS દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો હોય, અમે જોયું છે કે તે સંપૂર્ણપણે બિન-રાજકીય રહેશે, અને અમારો ઉદ્દેશ્ય લોકોને ખુશીઓ પહોંચાડવાનો છે અને રહેશે,” એમએનએસે સોશિયલ મીડિયા પર લખ્યું.

સાથે એમ પણ લખ્યું કે જ્યારે મહારાષ્ટ્ર સરકારના એક વિભાગે બતાવ્યું કે આ દીપોત્સવનું માર્કેટિંગ કર્યું ત્યારે તે એક ખાસ આશ્ચર્ય હતું. જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ માટે થોડો પણ શ્રેય આપવામાં આવ્યો હોત, તો અમને આનંદ થયો હોત અને સરકારની ઉદારતા પણ જોવા મળી હોત, નાશિકમાં પણ આ રીતે અમારા (મનસે)ના કામોને રાજય સરકારના કામ છે કહી આગળ ધરવામાં આવ્યા છે.

પરંતુ બીજાના કાર્યક્રમને પણ પોતાના કહી શ્રેય લેવાનું કામ તમે કરશો તે માન્યામાં આવતું નથી. આગળ પણ અમે સારા કાર્યક્રમો કરશું, માત્ર પર્યટન વિભાગ આનો શ્રેય અમને આપે, તેવો ટોણો પણ મનસેએ તેના સત્તાવાર હેન્ડલ પર માર્યો છે.
દિવાળી બાદ બિહારની ચૂંટણી અને ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.

એક રાજ્યની ચૂંટણી જેટલી જ મહત્વની ચૂંટણી મુંભઈ મહાનગરાપાલિકાની છે. દરેક પક્ષ માટે મુંબઈ પર કબ્જો જમાવી રાખવો જરૂરી છે. મનસે માટે તો એકલા હાથે લડવુ અશક્ય છે, પરંતુ હાલની સ્થિતિમાં કોઈપણ પક્ષ એકલા હાથે લડી શકે તેમ નથી, ત્યારે કોણ કોની સાથે જાય છે અને કેવા સમીકરણો રચાય છે તે જોવાનું રહ્યું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button