મુંબઈની આ હાલત માટે સરકાર જ જવાબદાર, જાણો કોણે કહી આ વાત...
Top Newsઆમચી મુંબઈ

મુંબઈની આ હાલત માટે સરકાર જ જવાબદાર, જાણો કોણે કહી આ વાત…

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની ફરી શરૂઆત થઈ છે. જેમાં મુંબઈમાં ચોથા દિવસે પણ તેની વ્યાપક અસર જોવા મળી છે. તેવા સમયે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર અને અન્ય અધિકારીએ શહેરમાં આ સ્થિતીના નિર્માણ માટે સરકારને જવાબદાર ગણાવી છે.

તેમણે કહ્યું છે કે મરાઠા અનામત આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓને મુંબઈમાં પ્રવેશ કરવા દેવાની અને આઝાદ મેદાન આસપાસ મોટી સંખ્યામાં એકત્ર થવા દેવાની મંજુરી આપવી સરકારની મોટી ભૂલ હતી.

મુંબઈને કોઈ વિરોધ પ્રદર્શનના લીધે ઠપ્પ થતું નથી જોયું
આ અંગે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર એમએન સિંહે જણાવ્યું કે, સરકારના આ નિર્ણયના લીધે શહેર ચાર દિવસથી ઠપ્પ છે. તેમજ રાજ્ય સરકારની ઢીલી નીતિ અને ત્વરિત નિર્ણયની ઈચ્છાશકિતના અભાવના લીધે દક્ષિણ મુંબઈમાં અરાજકતા ફેલાઈ છે.

mn singh mumbai police commissioner

આ અંગે સરકાર પૂર્વ અનુમાન લગાવવામાં નિષ્ફળ નીવડી છે. તેમજ આ એક અકલ્પનીય સ્થિતિ હતી અને આ પૂર્વે મુંબઈને કોઈ વિરોધ પ્રદર્શનના લીધે ઠપ્પ થતું નથી જોયું.

મુંબઈની આ હાલત માટે સરકાર જવાબદાર
આ અંગે એક પૂર્વ વહીવટી અધિકારીએ પણ મુંબઈની આ હાલત માટે સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે મરાઠા અનામતના નેતા મનોજ જરાંગે દ્વારા સરકાર પર સમજુતી માટે દબાણ કરવાના પ્રયાસ પરથી સ્પષ્ટ છે કે સરકારે
પ્રદર્શનકારીઓને મંજુરી આપવાના પરિણામો અંગે વિચાર્યું ન હતું.

આ પણ વાંચો…મુંબઈના રસ્તાઓ ખાલી કરો, હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરો: જરાંગે-પાટીલે મરાઠા આંદોલનકારીઓને આપ્યા આદેશ

જેમાં સરકારે આઝાદ મેદાનમાં માત્ર 5000 કાર્યકરોને એકત્ર કરવાની મંજુરી આપી હતી. પરંતુ તેની માટે કોઈ વ્યવસ્થા નહોતી ઉભી કરી કે જેનાથી સંખ્યા પર કાબૂ રાખી શકાય.

રાજ્યએ વહીવટનું કામ અદાલતને સોંપી દીધું
તેમજ એમએન સિંહે કહ્યું કે સરકાર આ અરાજકતાનું અનુમાન લગાવવાના નિષ્ફળ નીવડી છે. તેમજ એક પૂર્વ ટોચના અધિકારીએ પણ જણાવ્યું કે સરકારે આ વિરોધને દુર કરવા માટે તત્પરતા નથી દેખાડી.

અત્યાર સુધી ન તો મુખ્યમંત્રી કે ઉપ મુખ્યમંત્રી કે કોઈ કેબીનેટ મંત્રી જરાંગેને મળ્યા છે. તેમજ જો સરકાર જરાંગેની વાત નથી માનતી.

તેમજ અધિકારીઓ અનુસાર તે કાયદાને અનુરૂપ નથી તો સંકટ વધવાની આશંકા છે. જેમાં કોર્પોરેશન અને વહીવટીતંત્ર મોટા પ્રદર્શનને ખાળવા માટે તૈયાર નથી. સરકાર હાલ સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેમજ એવું લાગે છે કે રાજ્યએ વહીવટનું કામ અદાલતને સોંપી દીધું છે. તેમજ શહેરમાં સામાન્ય સ્થિતિ માટે હાઈકોર્ટના આદેશની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો…મરાઠા વિરોધ: આંદોલનકારોએ માતા- બહેનો દ્વારા મોકલવામાં આવેલી ભાખરી, ચટણી કચરાપેટીમાં ફેંકી દીધી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button