આમચી મુંબઈ

ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે એમએમઆરડીએ 7,326 કરોડ રૂપિયાની લોન લીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અનેક મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂરા થયા બાદ નવા પ્રોજેક્ટ ક્નેક્ટિવિટીમાં તો વધારો કરશે પણ સાથે જ ટ્રાફિકમાં પણ રાહત મળશે. આ પ્રોજેક્ટ આર્થિક રીતે પણ મુંબઈને ફાયદારૂપ બની રહેશે. એમએમઆરડીએ પોતાનો મુખ્ય પ્રોજેક્ટ ગણાતા દક્ષિણ મુંબઈના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ અંડરગ્રાઉન્ડ ટનલ રોડનું કામ ઝડપી ગતિએ કરવા માટે રાજયની માલિકીની યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી ૭,૩૨૬ કરોડ રૂપિયાની લોન લીધી છે.

મુંબઈમાં ટ્રાફિક અને પાયાભૂત સુવિધાનો કાયાપલટ કરવાની દિશામાં એક મોટું પગલું લઈને એમએમઆરડીએ દ્વારા ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ અન્ડર ગ્રાઉન્ડ રોડ બનાવવાની છે, તે માટે આર્થિક નિયોજન પણ કર્યું છે, જે અંતર્ગત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની લાર્જ કોર્પોરેટ બ્રાન્ચ, મુંબઈ પાસેથી 7326 કરોડ રૂયિાની લોન મંજૂર કરી છે.

Also read: એમએમઆરડીએનું ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું બજેટ

૯.૨ કિલોમીટરનો ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ અંડર ગ્રાઉન્ડ રોડ ઈસ્ટર્ન ફ્રી વે પર ઓરેન્જ ગેટને મરીન ડ્રાઈવર કોસ્ટલ રોડ સાથે જોડશે. ૬.૫૨ કિલોમીટરની ટ્વીન ટનલ સિસ્ટમની સાથે જ સુરક્ષા ખાતર ડેડીકેટેડ ઈમરજન્સી લેન પણ હશે. પૂર્વ અને પશ્ર્ચિમને જોડતો વધુ એક કનેકટેડ રોડ બની રહેશે જે દક્ષિણ મુંબઈમાં રીંગરોડ બની રહેશે.

એમએમઆરડીએએ લગભગ ૭,૩૨૬ કરોડ રૂપિયાની લોન લીધી છે, જેમાં મુખ્યત્વે ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ અન્ડર ગ્રાઉન્ડ ટનલનું કામ તો કરવામાં આવશે પણ સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર કે જેમાં નવ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે, ગ્રેટર મુંબઈ,થાણે, કલ્યાણ-ડોંબિવલી, નવી મુંબઈ, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, વસઈ-વિરાર, મીરા ભાંયદર અને પનવેલમાં ઈન્ફ્રાન્ટ્રકટરના પ્રોજેક્ટ માટે પણ ભંડોળનો ઉપયોગ કરશેે. એ ઉપરાંત તેમાં અંબરનાથ, કુલગાંવ-બદલાપુર, માથેરાન, કર્જત, ખપોલી, પેણ, ઉરણ, અલીબાગ અને પાલઘર સહિત નવ મ્યુનિસિપલ કાઉન્સિલ પણ આવેલી છે અહીં પણ આવશ્યકતા મુજબ ભંડોળનો ઉપયોગ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button