JVLR પરના ટ્રાફિકજામને લઈને એમએમઆરડીએ આપ્યા મહત્ત્વના સમાચાર
મુંબઈઃ મુંબઈગરા અને એમાં પણ ખાસ કરીને જોગેશ્વરી-વિક્રોલીના રહેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. એમએમઆરડીએ દ્વારા મેટ્રો-6ને પાંચ નવા ફ્લાયઓવર કનેક્ટ રીને જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડના ટ્રાફિકમાંથી મુંબઈગરાને રાહત અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લિંક રોડ, અંધેરી વેસ્ટથી પુનમ નગર, મહાકાલી કેવ્ઝ, જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ (જેવીએલઆર)ના નાગરિકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એમએમઆરડીએ દ્વારા મેટ્રો લાઈન-6ને જોડીને સ્વામી સમર્થ નગરથી વિક્રોલી સુધી પાંચ ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જોગેશ્વરી ખાતેના હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર 2015ના ખુલ્લો મૂતવામાં આવ્યો હતો. દરમિયાન એસવી રોડથી લક્ષ્મીનગર, જોગશ્વરી સુધી ફ્લાયઓવર બાંધવાનું કામ પાલિકા દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. ફ્લાયઓવરનું બાકીનો ભાગ પૂરો કરવાની જવાબદારી બીએમસી બાદ એમએમઆરડીએ આપવામાં આવી છે.
મેટ્રો અને ફ્લાયઓવરના ઓવરલેપિંગ વિભાગ (ડબલ ડેકર) 2.58 કિલોમીટરનું બાંધકામ ટૂંક સમયમાં જ પૂરું થાય એવી પૂરેપૂરી શક્યતા છે. તેમ જ આ ડબલ ડેકર ફ્લાયઓવર અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવરને જોડનારા 2.57 કિલોમીટરનું બાંધકામ ક્યારે પૂરું થશે એ તરફ બધાનું ધ્યાન છે.
ફ્લાયઓવરના બાકીના કામ માટે બીએમસી દ્વારા એમએમઆરડીએને તબક્કાવાર 768.85 કરોડ રૂપિયાનું ભંડોળ આપશે. આ જ પાર્શ્વભૂમિને ધ્યાનમાં લઈને મુબઈ પાલિકાએ એમએમઆરડીએ પાસે 384.5 કરોડ (કુલ રકમના 50 ટકા) જમા કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.