આમચી મુંબઈ

ખેલૈયાઓ માટે ગૂડ ન્યૂઝઃ નવરાત્રિમાં મોડી રાત સુધી મળશે ‘આ’ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈમાં ખેલૈયાઓ ધૂમ મચાવશે. વરસાદી માહોલ વચ્ચે પણ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં નવરાત્રિના પંડાલોમાં ખેલૈયાઓ સરળતાથી અવરજવર કરી શકે એના માટે રાતના મુંબઈ મેટ્રો ટ્રેન (અંધેરીથી ગુંદવલી અને ગુંદવલીથી અંધેરી)ની સર્વિસમાં વધારો કર્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને મોડી રાત સુધી મેટ્રો દોડતા સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે.

નવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે સૌ ગરબાપ્રેમીઓની સાથે ભક્તજનોની અવરજવરને ધ્યાનમાં રાખીને સુરક્ષિત ટ્રાવેલની સુરક્ષા પૂરી પાડવાની અમારી જવાબદારી છે, તેથી નવરાત્રિના નવ દિવસ પ્રવાસીઓ મેટ્રોમાં મોડી રાત સુધી ટ્રાવેલ કરી શકશે. મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિડેડ (એમએમએમઓસીએલ)ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે નવરાત્રિના તહેવાર દરમિયાન મેટ્રોની સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવી છે. તહેવારોમાં પ્રવાસીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખાસ કરીને સાતમી ઓક્ટોબરથી અગિયારમી ઓક્ટોબરના મોડી રાત સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે, જેમાં 12 ફેરીનો સમાવેશ થાય છે. દર પંદર મિનિટે રાતે મેટ્રો ટ્રેનની સર્વિસ ઉપલલ્ધ રહેશે.
મોડી રાત સુધી ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે ખાસ કરીને પ્રવાસીઓને સુરક્ષિત પ્રવાસની ગેરન્ટી રહેશે. સાતમીથી અગિયારમી ઓક્ટોબર વચ્ચે રોજની વધારવામાં આવેલી ટ્રિપની સંખ્યા સાથે 294 પહોંચશે, જે હાલમાં 282 છે. રાતના અગિયાર વાગ્યાથી વિશેષ મેટ્રો ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ રહેશે. અંધેરીથી ગુંદવલી અને ગુંદવલીથી અંધેરી વચ્ચે વિશેષ ટ્રેનની સર્વિસ રહેશે.

અંધેરીથી ગુંદવલી રાતના 11.15, 11.30, 11.45, 12.00, 12.15, 12.30 વાગ્યે છેલ્લી મેટ્રો ટ્રેનની સર્વિસ રહેશે, જ્યારે ગુંદવલીથી મેટ્રો માટે રિટર્નમાં પણ રાતના 11.15, 11.30, 11.45, 12.00, 12.15, 12.30 વાગ્યાની રહેશે. અંધેરી-ગુંદવલી-અંધેરીના પ્રવાસીઓને લાભ મળશે, પરંતુ અન્ય મેટ્રોના પ્રવાસીઓને મોડી રાત સુધી મેટ્રોમાં ટ્રાવેલ કરવાની તક મળે તો ફાયદો થઈ શકે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત