આમચી મુંબઈ

મીઠી નદીની કાયાપલટનો ત્રીજો તબક્કો: ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આખરે એક વર્ષના વિલંબ બાદ મીઠી નદીના કાયાપલટના પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનું કામ આગળ વધવાનું છે. ગયા વર્ષે સુધરાઈને સંભવિત બિડર્સ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. બાદમાં એક ક્ધસ્લટન્ટ સુધારિત ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. હવે ડ્રાફ્ટ પ્રશાસનની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં મીઠી નદીના બાકીની ૩૦૦ મીટરના વિસ્તારને પહોળા અને ઊંડા કરવાનું કામ, રક્ષણાત્મક દીવાલ અને પ્રોમેનેડ તથા પચીસ આઉટફોલનો સમાવેશ થાય છે.

મીઠી નદી પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં મીઠી અને વાકોલા નદીઓમાં ૨૬ આઉટફોલ્સમાંથી ગટરના પાણીને અટકાવવા અને નદીના કિનારાને લાગીને ૮,૩૪૩ મીટર સ્યુએજ લાઈન દ્વારા મુખ્ય ગટર લાઈન સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટમાં નદીના ૩૦૦ મીટર પહોળા અને ઊંડા કરવાની સાથેે ૬,૭૮૦ મીટર સુરક્ષા દિવાલ બનાવવા, ૬,૪૨૧ મીટર સર્વિસ રોડ, ૮,૮૫૦ મીટર પ્રોમેનેડ અને પચીસ આઉડફોલ્સ અને ડ્રેનેજ સિસ્ટમ સાથે ફ્લડ કંટ્રોલ ગેટ બનાવવાના કામનો સમાવેશ થાય છે.નદીના બંને કિનારે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોના પુનવર્સને લઈને બિડરે ચિંતા વ્યક્ત કરી હતી અને બાદમાં માર્ચ, ૨૦૨૩ના શરૂઆતમાં ટેન્ડરને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેને પણ રદ કરી દેવામાં આવ્યા હતા. અહી નદીના બંને કિનારે છ ફૂટનો રસ્તો બનાવવામાં આવવાનો હતો. હવે નવો પ્રસ્તાવ સુધારિત દર સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે નવેસરથી ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે બિડરોએે રસ નહીં દેખાડતા ટેન્ડર ફરી એક વખત રદ કરવામાં આવ્યુંં હતું. તેથી પાલિકાએ ટેન્ડર પક્રિયા ફરી શરૂ કરવા માટે નવેસરથી નિયમો અને શરતોમાં સુધારો કરવા માટે ક્ધસ્લટન્ટની નિમણૂક કરી હતી.ક્ધસ્લન્ટન્ટે તેનો રિપોર્ટ રજૂ કરી દીધો છે અને પ્રશાસનની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના કામ પાછળ ૩,૦૬૭.૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ૧૭.૮ કિલોમીટર લાંબી નદી વિહાર લૅકથી ચાલુ થાય છે અને માહિમ કોઝવે પર અરબી સમુદ્રમાં ભળી જાય છે.

Also read:મીઠી નદીમાં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ

મીઠી નદીનો છ કિલોમીટરનો વિસ્તાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે અને બાકીનો ૧૧.૮ કિલોમીટરનો વિસ્તાર પાલિકાની હેઠળ આવે છે. પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે જ્યારે બીજા અને ચોથા તબક્કાના કામ હાલમાં ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button