ડ્રગ્સના કેસમાં ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ભાયંદરથી ધરપકડ...
આમચી મુંબઈ

ડ્રગ્સના કેસમાં ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ભાયંદરથી ધરપકડ…

થાણે: ડ્રગ્સના કેસમાં છેલ્લાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને ખંડણી વિરોધી શાખાએ ભાયંદરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે આરોપી સલમાન અનવર શેખ (26) મીરા રોડના ગીતાનગરમાં રહેતો હતો.

સલમાન વિરુદ્ધ 10 જુલાઇ, 2022ના રોજ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારથી સલમાન ફરાર હતો. સલમાન છેલ્લાં ત્રણ વર્ષથી મીરા રોડ, ભાયંદર અને વસઇ વિસ્તારમાં નામ બદલીને રહેતો હતો. સલમાન પોતાનાં ઠેકાણાં પણ બદલતો રહેતો હતો.

દરમિયાન સલમાન ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને વારંવાર પોતાના મોબાઇલ નંબર બદલતો રહેતો હતો. પોલીસને સલમાન વિશે માહિતી મળ્યા બાદ બે મહિનાથી મીરા-ભાયંદર અને વસઇ વિસ્તારમાં તેની શોધ ચલાવવામાં આવી હતી. આખરે 12 સપ્ટેમ્બરે તેને ભાયંદરના કેબિન રોડ પરથી તાબામાં લેવામાં આવ્યો હતો.

સલમાન ફરાર હતો, પણ કોર્ટે અન્ય આરોપીઓ સામેની સુનાવણી ચાલુ રાખી હતી. 11 સપ્ટેમ્બરે કોર્ટે ત્રણ આરોપીને દોષી ઠેરવ્યા હતા. બે આરોપીને પાંચ વર્ષની કેસ અને 50 હજાર રૂપિયાનો દંડ, જ્યારે ત્રીજા આરોપીને 10 વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…ભાયંદરમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો આરોપી 13 વર્ષ બાદ બિહારથી ઝડપાયો…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button