આમચી મુંબઈમહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માત: સગીરના પિતા, અન્ય પાંચને જ્યુડિશિયલ કસ્ટડી

પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત બાદ ધરપકડ કરાયેલા સગીરના પિતા વિશાલ અગ્રવાલ તથા અન્ય પાંચ જણને શુક્રવારે કોર્ટે 7 જૂન સુધીની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ તપાસકર્તા પક્ષે વધુ તપાસ માટે તેમની પોલીસ કસ્ટડી વધારી આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટે અગ્રવાલ તથા બે રેસ્ટોરાંના માલિક અને કર્મચારીઓને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે સગીર અને તેના મિત્રોએ અકસ્માત પૂર્વે બે રેસ્ટોરાંમાં દારૂ પીધો હતો. રવિવારે મળસકે પોર્શે કાર હંકારી રહેલા સગીરે મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી, જેમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં.