આમચી મુંબઈ

સગીરને બિલ્ડિંગની લિફ્ટ અને લૉબીમાં ફટકારનારા રહેવાસી વિરુદ્ધ ગુનો

થાણે: સગીરને તેના મિત્રના પિતાએ બિલ્ડિંગની લિફ્ટ અને લૉબીમાં ફટકારી જાનથી મારવાની ધમકી આપી હોવાની ઘટના અંબરનાથમાં બનતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ 13 વર્ષના સગીરની મારપીટની ઘટના ચોથી જુલાઈએ અંબરનાથ પરિસરમાં આવેલી એક ઈમારતમાં બની હતી, જેનો વીડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

એફઆઈઆર અનુસાર ક્લાસીસ જવા માટે સગીર 14મા માળે આવેલા ઘરેથી નીકળીને લિફ્ટમાં પ્રવેશ્યો હતો. લિફ્ટ નવમા માળે પહોંચી ત્યારે સગીરના મિત્રનો પિતા લિફ્ટમાં ઘૂસ્યો હતો. કોઈ કારણ વિના જ આરોપી સગીરની મારઝૂડ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: ડોંબિવલીની સગીરાનું અપહરણ કરી ટ્રેનમાં ગુજાર્યો બળાત્કાર…

આરોપીએ બિલ્ડિંગની લૉબીમાં પણ છોકરા સાથે કથિત મારપીટ કરી હતી. સિક્યોરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સ્ટાફે છોકરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેમની વાત માની નહોતી અને છોકરાની પીટાઈ ચાલુ રાખી હતી. તેણે સગીરને છરીથી મારી નાખવાની કથિત ધમકી પણ આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

આ પ્રકરણે સગીરના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button