એમઆઈડીસીમા પાર્કિંગની સમસ્યા આવશે ઉકેલ ભવિષ્યમાં બહુમાળી પાર્કિંગનો વિચારઃ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ, રાજ્યના તમામ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, MIDC માં રહેલીખાલી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. ભવિષ્યની જોગવાઈ તરીકે, બહુમાળી પાર્કિંગ સુવિધાઓના નિર્માણ પર વિચાર કરવામાં આવશે, એવું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘અંગ્રેજીની પ્રશંસા કરવી અને ભારતીય ભાષાઓને ધિક્કારવી એ યોગ્ય નથી’: દેવેન્દ્ર ફડણવીસ
વિધાન પરિષદના સભ્ય વિક્રાંત પાટીલે તલોજા ‘MIDC’ માં પાર્કિંગની સમસ્યા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
તલોજા ‘MIDC’ બાબતે ગૃહ રાજ્યમંત્રી ડૉ. પંકજ ભોયરે જણાવ્યું હતું કે, તલોજા એક મોટી MIDC છે. અહીં આવતા વાહનોની સંખ્યા પણ મોટી છે. હાલમાં, અહીં ૧૪૦ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિર્દેશ આપ્યો છે કે ‘MIDC’ વધુ પાર્કિંગ માટે જગ્યા પૂરી પાડવામાં આવે. તેથી આગામી સમયમાં ખાલી જગ્યા પર બહુમાળીય પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે