આમચી મુંબઈ

નવરાત્રિમાં મેટ્રો-૩ શરૂ થઈ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી મુંબઈની પહેલી અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ તેના પહેલા તબક્કામાં બીકેસીથી આરે વચ્ચે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં મુંબઈગરાની સેવામાં હાજર થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો-૩નું લોકાર્પણ કરવામાં આવવાનું છે. ત્રણથી પાંચ ઑક્ટોબર વચ્ચે પહેલા તબક્કામાં મેટ્રો રેલ ખુલ્લી મુકાશે. હાલ મેટ્રો રેલ સેફટી કમિશનર દ્વારા સેફટી ઈન્સ્પેકેશનનું કામ ચાલી રહ્યું છે.

નવી મેટ્રો આરેથી બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)વચ્ચેનું ૧૨ કિલોમીટરનું અંતર કવર કરશે. આ રૂટમાં ૧૦ મહત્ત્વના સ્ટેશનો હશે. ૩૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે.

એમએમઆરસીએલના અધિકારીના જણઆવ્યા મુજબ ઉદ્ઘાટન માટે અમે તૈયાર છીએ. આ સમારોહ ત્રણથી પાંચ ઑક્ટોબર વચ્ચે યોજવાની શક્યતા છે. આ મેટ્રો શહેરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સુધરાો કરવા માટેનું એક પગલું હશે. મેટ્રો-૩ પ્રોજેક્ટ પહેલા તબક્કામાં મુંબઈના મહત્ત્વના ઉપનગરોના જોડશે. પશ્ર્ચિમ ઉપનગરને મધ્ય ઉપનગર અને દક્ષિણ મુંબઈને નજીક લાવશે. એક વખત આખો પ્રોજેક્ટ પૂરો થઈ જશે પછી ૩૩ કિલમીટરનો કોરિડોર દક્ષિણ, મધ્ય અને પશ્ર્ચિમ મુંબઈને જોડશે. લાખો લોકો માટે દૈનિક મુસાફરી ઝડપી અને સરળ બનળે.

આ રૂટ પર મેટ્રો સ્ટેશનો આરે કોલોનીની સીપ્ઝ સુધી નરીમાન પોઈન્ટ, ફોર્ટ, બીકેસી, સાંતાક્રુઝ અને વિદ્યાનગરી જેવા સ્થળોને આવરી લેશે. પહેલા તબક્કામાં આગામી થોડા દિવસમાં ચાલુ થશે, જેમાં આખો પ્રોજેક્ટ ૨૦૨૫ સુધીમાં પૂરો થવાની અપેક્ષા છે. જયારે આ મેટ્રો પૂરી થશે ત્યારે મેટ્રો લાઈનમાં દરરોજ લગભગ ૧.૭ મિલિયન મુસાફરો પ્રવાસ કરશે એવી અપેક્ષા છે. આ રૂટ પર ત્રણથી ચાર મિનિટના અંતરે ટ્રોને આવશે અને દરેક રેક ઓછામાં ઓછા ૨,૫૦૦ મુસાફરોનું વહન કરવાની ક્ષમતા રાખશે. ૩૩.૫ કિલોમીટર લાંબી લાઈનમાં ૨૭ મેટ્રો સ્ટેશન છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker