Good News: મેટ્રો-થ્રીનો કોલાબા-બીકેસીનો બીજો તબક્કો 5 મહિનામાં ખુલ્લો મુકાશે…

મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ સુધીના મેટ્રો-થ્રીનો આરે-બીકેસી સુધીનો પ્રથમ તબક્કો સાતમી ઓક્ટોબરે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે કોલાબાથી બીકેસી સુધીનો બીજો તબક્કો મે, ૨૦૨૫ એટલે પાંચેક મહિનામાં ખુલ્લો મુકવામાં આવશે, એવું આશ્વાસન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપ્યું હતું.
આ પણ વાંચો : લાડકી બહેનોને ડિસેમ્બરમાં જ મળશે બાકી હપ્તા: ફડણવીસ
મેટ્રો-થ્રીના આરે-બીકેસી સુધીના પ્રથમ તબક્કાને સારો પ્રતિસાદ મળવાની આશા હતી, પણ એવું થયું નહીં. પ્રવાસીઓનો પ્રતિસાદ મળતો નથી અને બીજી તરફ આ માર્ગ પર વારંવાર ટેક્નિકલ અડચણો આવતી હોય છે. એવામાં મુખ્ય પ્રધાને આવતા વર્ષે મે મહિનામાં બીજો તબક્કો ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે.
ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મેટ્રોનું કામ ઝડપથી શરૂ કરાવ્યું. હવે મેટ્રો-થ્રીનું કામ પણ પૂર્ણ થવાની આરે છે. તેનો પ્રથમ તબક્કો ખુલ્લો મુકાયો છે અને હવે બીકેસીથી કોલાબા સુધીનો બીજા તબક્કો પણ શરૂ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો : ગેટવે ઓફ ઈન્ડિયા દુર્ઘટનાઃ ભાઇને શોધવા હૉસ્પિટલના ધક્કા ખાવા ભાઈ બન્યો લાચાર
તેથી મુંબઈને ખરી ‘લાઇફલાઇન’ મળશે. આ માર્ગે ૧૭ લાખ લોકો પ્રવાસ કરશે. હાલમાં પ્રવાસીઓની સંખ્યા છ લાખ છે, કારણ કે કનેક્ટિવિટી કરાઇ નથી. મે, ૨૦૨૫માં સંપૂર્ણ માર્ગ શરૂ કરવામાં આવશે.