આમચી મુંબઈનેશનલ

Central Railwayમાં આજ રાતથી 99 કલાકનો Mega and Jumbo block શરુ થશે

930 ટ્રેન રદ, 444 શોર્ટ ટર્મિનેટ અને 70થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાના ભાગરુપે આજ મધરાતથી મધ્ય રેલવે (Central Railway) રાતના સાડા 12 વાગ્યાથી શરુ થઈને રવિવારે બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી કુલ મળીને 99 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે.

આ બ્લોકના કામકાજ દરમિયાન થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ-છની પહોળાઈ વધારવાનું કામ 63 કલાકમાં પાર પાડવામાં આવશે, જ્યારે સીએસએમટીમાં દસ અને અગિયાર નંબરના પ્લેટફોર્મની લંબાઈ વધારવા માટે 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે.

આ બ્લોક દરમિયાન મધ્ય રેલવેમાં ત્રણ દિવસ દરમિયાન 930 ટ્રેન રદ રહેશે, જ્યારે 444 જેટલી લોકલ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને 446 ટ્રેનને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. મેગા બ્લોક દરમિયાન શુક્રવારે 161, શનિવારે 534 અને રવિવારે 235 ટ્રેન રદ રહેશે. આ ઉપરાંત, શુક્રવારે સાત, શનિવારે 306 તથા 131 લોકલ ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે શનિવારે 307 ટ્રેનને શોર્ટ ઓરિજિનેટ અને 139 લોકલ ટ્રેન શોર્ટ ઓરિજિનેટ થશે.

થાણે અને સીએસએમટીમાં બ્લોક હાથ ધરવામાં આવ્યો હોવા છતાં નિર્ધારિત સમયગાળામાં પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ ધનરાજ નીલાએ જણાવ્યું હતું. આ અંગે પ્રવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે ત્રણ દિવસ દરમિયાન વિના કારણ બીમાર દર્દી કે સિનિયર સિટિઝને ટ્રેનોમાં ટ્રાવેલ નહીં કરવો. આ ઉપરાંત, કોર્પોરેટ સેક્ટરમાં પણ લોકોને વર્ક ફ્રોમ કામ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો 70થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે, જ્યારે અનેક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને દાદર, થાણે, પુણે, પનવેલ અને નાશિકથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આવતીકાલની હૈદરાબાદ-હુસૈનસાગર (12702), અમરાવતી-સીએસએમટી (12112), કોલ્હાપુર-સીએસએમટી મહાલક્ષ્મી (12290), હાવરા-સીએસએમટી દુરંતો એક્સપ્રેસ (12262), નાંદેડ-સીએસએમટી રાજ્યરાણી (17611) રદ રહેશે.

પહેલી જૂનના અપ એન્ડ ડાઉન લાઈનની 30 ટ્રેન રદ રહેશે. પુણે-સીએસએમટી સિંહગઢ એક્સપ્રેસ, ડેક્કન ક્વીન, મનમાડ-સીએસએમટી પંચવટી, પ્રગતિ એક્સપ્રેસ, ધુળે-સીએસએમટી, પુણે-સીએસએમટી ઈન્ટરસિટી, નાંદેડ-સીએસટી તપોવન, સોલાપુર-સીએસએમટી વંદે ભારત, મડગાંવ-સીએસએમટી તેજસ એક્સપ્રેસ, હૈદરાબાદ-સીએસએમટી હુસૈનસાગર, કોલ્હાપુર-સીએસએમટી મહાલક્ષ્મી એક્સપ્રેસ અને નાંદેડ સીએસએમટી રાજરાણી એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

બીજી જૂનના અપ લાઈનમાં મડગાંવ-સીએસએમટી તેજસ એક્સપ્રેસ, પુણે-સીએસએમટી સિંહગઢ, ડેક્કન, પંચવટી, પ્રગતિ, જાલના-સીએસએમટી વંદે ભારત, ધુળે-સીએસએમટી ડેક્કન, સોલાપુર-સીએસએમટી વંદે ભારત તથા ડાઉન લાઈનમાં સીએસએમટી-મડગાંવ વંદે ભારત, સીએસએમટી-નાંદેડ તપોવન, પ્રગતિ, ડેક્કન, સીએસએમટી-ધુળે, જળગાંવ વંદે ભારત, સોલાપુર વંદે ભારત, પ્રગતિ એક્સપ્રેસ, હાવરા દુરંતો, પુણે સિંહગઢ, નાંદેડ રાજ્યરાણી, કોલ્હાપુર મહાલક્ષ્મી, પુણે ડેક્ન ક્વીન અને સીએસએમટી-હૈદરાબાદ હુસૈનસાગર વગેરે રદ રહેશે.

રેલવેએ અચાનક બ્લોક જાહેર કરીને પ્રવાસીઓની મુશ્કેલી વધારે છે. કોઈ પણ એજન્સી સાથે સંકલન કર્યા વિના બે-ત્રણ દિવસ ચાલે એટલા બ્લોક લેવાની રેલવેની બેદરકારી છતી કરે છે. થાણે અને સીએસએમટીનો બ્લોક અલગ અલગ અઠવાડિયા દરમિયાન લેવો જોઈતો હતો, એમ રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર