આવતીકાલે Mumbai Local માં મુસાફરી કરવાના છો? પહેલાં વાંચી લો આ સમાચાર…
![Block In Harbour And Central Line On Sunday In Mumbai](/wp-content/uploads/2024/09/mega-block-local.jpg.jpg)
મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને લોકલ ટ્રેનના મેઈન્ટેનન્સ માટે દર રવિવારે રેલવે દ્વારા મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવે છે. જો તમે પણ આવતીકાલે ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે મુંબઈ દર્શન કે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે જ છે. આવતીકાલે એટલે કે 16મી ફેબ્રુઆરી, 2025ના ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આવો જોઈએ કઈ લાઈન પર ક્યાં રહેશે બ્લોક
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
મળતી માહિતી અનુસાર મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઈન પર મેઈન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન લોકલ ટ્રેનોના ધાંધિયા રહેશે, જેથી તમે પ્લાનિંગ કરીને જ બહાર નીકળશો તો તમારે હાલાકી ભોગવવાનો વારો નહીં આવે.
મધ્ય રેલવે પર સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન સ્ટેશન પર ઊભી રહેશે.
હાર્બર લાઈન પર સવારે 11.10 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી કુર્લા-વાશી સ્ટેશન વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-પનવેલ, બેલાપુર, વાશી અપ-ડાઉન લોકલ ટ્રેનો બંધ રહેશે. પ્રવાસીઓની સુવિધા દરમિયાન સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશિયલ લોકલ ટ્રેન દોડજાવવામાં આવશે. હાર્બર લાઈન પરના પ્રવાસીઓ થાણે-વાશી, નેરુલ વચ્ચે બ્લોકના સમય દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યે સુધી પ્રવાસ કરી શકશે, એવું રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે.
Also read : 17મી ફેબ્રુઆરીથી બદલાશે FASTagનો આ નિયમ, અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
પશ્ચિમ રેલવે પર બોરીવલી-ગોરેગાં વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન ગોરેગાંવ-બોરીવલી વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ આ સ્ટેશનો વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. એટલું જ નહીં પણ અંધેરી બોરીવલી જતી કેટલીક ટ્રેનો ગોરેગાંવ સુધી દોડાવવામાં આવશે, એવી માહિતી પણ રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી છે.