માર્ગ અકસ્માતમાં ઘવાયેલા યુવકને રૂ. 46.36 લાખ વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં ક્ધટેઇનર ટ્રકે અડફેટમાં લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને રૂ. 46.36 લાખ વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો હતો.
એમએસીટીના સભ્ય એસ. એન. શાહે મોટર ક્ધટેઇનરના માલિક નબૂલ ગુલામઅલી શેખ અને આઇએફએફસીઓ ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિ.ને તેની વાસ્તવિક ચુકવણી ન કરાય ત્યાં સુધી અરજી નોંધાવ્યાની તારીખથી આઠ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 3 ડિસેમ્બરે આ આદેશ આપવામાં આવ્યો હતો, જેની નકલ રવિવારે ઉપલબ્ધ થઇ હતી.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
અરજદાર વતી એડવોકેટ એસ.એમ. પવારે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે 5 જાન્યુઆરી, 2018ના રોજ આ ઘટના બની હતી. અરજદાર મયૂર રાવસાહેબ કદમ (24) પાલઘરમાં ટૂ-વ્હીલર પર તેના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલા ક્ધટેઇનરે કદમની ટૂ-વ્હીલરને અડફેટમાં લીધી હતી, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાને કારણે તે આંશિક દિવ્યાંગ બની ગયો હતો. આથી તેણે ન્યાયી વળતર મળે એ માટે મોટર વેહિકલ્સ એક્ટ 1988ની કલમ 166 હેઠળ અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે તેની સામે રજૂ કરવામાં આવેલા પુરાવાઓની નોંધ લીધી હતી. બાદમાં અરજદારને રૂ. 46.36 લાખની કુલ રકમ વળતર તરીકે ચૂકવવા માટે બંને પાર્ટીને આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)