આમચી મુંબઈમહારાષ્ટ્ર

કાઉન્સેલિંગ સેશન્સ વખતે વિદ્યાર્થિનીએ 10 વર્ષ અગાઉ મૌલવીએ કરેલા કુકર્મની વ્યથા જણાવી…

શાળાએ કરેલી ફરિયાદ બાદ ચાર કલાકમાં મૌલવીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: અરબી ભાષા શીખવવા આવતા મૌલવી દ્વારા કરાયેલા કુકર્મ નો ખુલાસો વિદ્યાર્થિનીએ છેક 10 વર્ષે શાળામાં કાઉન્સેલિંગ સેશન્સ વખતે કર્યો હતો. આ પ્રકરણે શાળા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતાં ચાર કલાકમાં જ મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: રિક્ષાચાલકની ધરપકડ…

પવઈ પોલીસના જણાવ્યા મુજબ આ મામલે ગુરુવારે પવઈની જાણીતી શાળા દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. શાળામાં કાઉન્સેલિંગ સેશન દરમિયાન 12મા ધોરણની વિદ્યાર્થિનીએ જણાવેલી આપવીતી પછી શાળાએ પોલીસને જાણ કરી હતી.

ફરિયાદ અનુસાર દસેક વર્ષ અગાઉ વિદ્યાર્થિની સાત-આઠ વર્ષની હતી ત્યારે તેને અરબી ભાષા શીખવવા માટે ઘરે એક મૌલવી આવતો હતો. અભ્યાસ દરમિયાન મૌલવી વિદ્યાર્થિનીને અરબી ભાષાની એક ટાસ્ક આપતો હતો. ટાસ્ક પૂર્ણ ન થતાં સજા રૂપે મૌલવી બદઇરાદા સાથે વિદ્યાર્થિનીના શરીરને અયોગ્ય સ્પર્શ કરતો હતો.

આ પણ વાંચો : નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ

ફરિયાદમાં કરાયેલા આક્ષેપોને પવઈ પોલીસે ગંભીરતાથી લીધા હતા. આ પ્રકરણે પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. વિદ્યાર્થિનીએ આપેલી માહિતીને આધારે પોલીસે ચાર કલાકમાં જ મૌલવીને શોધી કાઢ્યો હતો. ધરપકડ કરાયેલા મૌૈલવીની પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button