માટુંગામાં પાર્કિંગ સિસ્ટમ તૂટી પડવા બદલ પોલીસે ત્રણ સામે નોંધ્યો ગુનો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માટુંગામાં આવેલી ૧૭ માળની બહુમાળીય બિલ્ડિંગ ત્રિધાતુ આરોહામાં મેકેનાઈસ્ડ પાર્કિંગ સિસ્ટમ તૂટી પડવાની દુર્ઘટનાના બીજા દિવસે મંગળવારે પોલીસે લિફ્ટની જાળવણી કરનારી કંપનીના ત્રણ કર્મચારી સામે બેદરકારી બદલ ગુનો નોંધ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું પણ પાંચ કારને નુકસાન થયું હતું.
પાલિકાના બિલ્ડિંગ એન્ડ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ દુર્ઘટના બાદ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી એ દરમ્યાન આ બિલ્િંડગ ઓક્યુપેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વગરની છે. કાનૂની કબજો અને બિલ્િંડગની સલામતી માટે આ બંને સર્ટિફિકેટ આવશ્યક છે.
આ દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાના એફ-ઉત્તર વોર્ડના બિલ્ડિંગ એન્ડ ફેકટરી વિભાગે બિલ્ડિંગ એન્ડ પ્રપોઝલન વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયરને બેદરકારી બદલ બિલ્ડર અને આર્કિટેક્ટ સામે આકરી કાર્યવાહી કરવાનો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…ટ્રેનના અને પ્લૅટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાયેલા પ્રવાસીને બચાવાયો