આમચી મુંબઈમહારાષ્ટ્ર

Landslide રોકવા માટે આ છે Central Railwayનો માસ્ટર પ્લાન…

મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)એ ચોમાસા દરમિયાન રેલ્વે ટ્રેક પર ખડકો અને પથ્થરો પડતા અટકાવવા માટે કલ્યાણ-કસારા/કર્જત માર્ગ પરના ભોર અને થલ ઘાટો અને ડુંગરાળ વિસ્તારમાં જાળીઓ લગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૫૦૦ ચોરસ મીટરની સરખામણીએ આ વર્ષે ૬૦,૦૦૦ ચોરસ મીટરના પત્થરોમાં જાળી લગાવવામાં આવી છે. કાદવને ટ્રેક પર વહેતા અટકાવવા માટે મધ્ય રેલ્વેએ ૪૫૦ મીટર કેનેડિયન ફેન્સીંગ પણ લગાડી છે. ૨૦૨૩ માં, ફક્ત ૪૦ મીટરની વાડ કરવામાં આવી હતી.

સીઆર અધિકારીએ જણાવ્યું હતું કે ગયા ચોમાસામાં આ કાર્ય દ્વારા રેલ્વેને અનેક ખડકોને પાટા પર સરકતા અટકાવવામાં સફળતા મળ્યા બાદ આ કાર્ય પણ પ્રી-મોન્સુન કામોનો એક ભાગ બન્યું છે. આ ચોમાસા પહેલા અમે ૧૨૦૦ મીટરના નવા કેચ ડ્રેઇન પણ બનાવ્યા છે.

આ પણ વાંચો : Ghodbunder Road પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આગામી બે દિવસમાં…

મધ્ય રેલ્વેએ સુરંગોની શરૂઆતમાં ગયા વર્ષના ૪૪ મીટર પોર્ટલ અથવા સ્ટીલની છત જેવી રચનાઓની સરખામણીમાં આ વર્ષે ૧૭૦ મીટર સુધી લંબાવી છે. સીઆર અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સુરંગના મુખ પાટા પર ખડકો અને પથ્થરોને પડતા અટકાવવા માટે આ અગત્યના સ્થાનો છે. અમે આ વર્ષે ખડકોના પડવાના અવરોધોને ૩૦૦ મીટરથી ૬૫૦ મીટર સુધી બમણા કર્યા છે, જે અલગ પડેલા ખડકોને પકડી રાખશે. ૧૩ સ્થળોએ, પડતા પથ્થરોને અટકાવવા ખડકો સ્થાપિત કરવામાં આવ્યા છે.

વધુમાં, રેલ્વેની ‘પહાડી ગેંગ’ને ટનલ-સાઉન્ડિંગ, ઘાટ વિભાગની વ્યાપક સ્કેનિંગ અને ઘાટ વિભાગો પર જળમાર્ગો અને વનસ્પતિઓની સફાઈ જેવી ફરજો માટે સેવામાં લેવામાં આવ્યા છે. ગેંગના સભ્યો ટેકરીઓ પર સમસ્યાઓ શોધવા માટે બેથી ત્રણના જૂથમાં દિવસમાં ઓછામાં ઓછા છથી આઠ કિમી ચાલે છે. રેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ પગલાં આઈઆઈટી મુંબઈ અને કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરીને અમલમાં મૂકવામાં આવ્યા છે.

વેસ્ટર્ન રેલ્વે પણ આ જ રીતે ચોમાસાની તૈયારીઓનું કામ પણ હાથ ધરી રહ્યું છે, જેના સર્વેક્ષણ માટે અધિકારીઓએ ૧૨મી જૂને વસઈ યાર્ડની મુલાકાત લીધી હતી. ચીફ પીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું હતું કે વસઈ યાર્ડમાં ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટેનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે . પ્રી-મોન્સુનની તૈયારીઓમાં પાણીના નિકાલ માટેના પંપનો સંગ્રહ, નાળાઓની સફાઈ, કલ્વર્ટનું ડિસિલ્ટિંગ અને સિગ્નલિંગ વિભાગના ટ્રેક-સર્કિટિંગનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર