આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં સરકારી પેનલે જ ત્રણ ભાષાની નીતિનો કર્યો વિરોધ…

પ્રાથમિક વર્ગોમાં હિન્દી નિર્ણય પાછો ખેંચવા CMને અપીલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત કરવાની કોશિશ સામે વિરોધ પક્ષોની ઝુંબેશ જોર પકડી રહી છે ત્યારે સરકાર દ્વારા નિયુક્ત સલાહકાર સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પ્રાથમિક વર્ગોમાં ભાષા દાખલ કરવાના નિર્ણયને પાછો ખેંચવા ભારપૂર્વક જણાવ્યું છે.

મરાઠી ભાષા સાથે જોડાયેલી બાબતો પર સરકારને ભલામણ કરતી ભાષા સલાહકાર સમિતિએ શુક્રવારે એક ઠરાવ પસાર કરી ધોરણ 5 પહેલા હિન્દી સહિત કોઈ ત્રીજી ભાષા શીખવવામાં ન આવે એવી માંગણી કરી હતી. પુણેમાં યોજાયેલી એક બેઠક દરમિયાન આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સમિતિના 27માંથી 20 સભ્યો હાજર રહ્યા હતા. મરાઠી ભાષા વિભાગના સચિવ કિરણ કુલકર્ણી પણ હાજર હતા. સમિતિએ શિવસેના (યુબીટી) – મનસેના 5 જુલાઈના વિરોધ મોરચામાં પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.

મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે એવો રાજ્ય સરકારે એક સુધારેલો આદેશ તાજેતરમાં બહાર પાડ્યા બાદ આ વિવાદ વકર્યો હતો. સમિતિના અધ્યક્ષ લક્ષ્મીકાંત દેશમુખે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારનું સમર્થન ધરાવતી કોઇ સંસ્થાએ પહેલીવાર કોઇ સરકારી નિર્ણય સામે આ પ્રકારનું વલણ અપનાવ્યું છે.

દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે ‘એક સલાહકાર સમિતિ તરીકે અમારું માનવું છે કે સરકાર પ્રાથમિક શાળાઓમાં ત્રીજી ભાષા દાખલ કરવાનું ટાળે. આમ કરવાથી વિદ્યાર્થીઓના માનસિક વિકાસ રૂંધાઇ શકે છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખ નબળી પડી શકે છે. અમે હિન્દી કે અન્ય કોઈ ભાષાની વિરુદ્ધ નથી, પરંતુ પ્રારંભિક શિક્ષણમાં શીખવવી ફરજિયાત કરવું યોગ્ય નથી.’

(પીટીઆઈ)

આપણ વાંચો : પહેલીથી હિન્દી અમાન્ય, કેબિનેટમાં ચર્ચા થશે: અજિત પવાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button