ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ: મુંબઈમાં સીએનજીના પુરવઠાને અસર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ: મુંબઈમાં સીએનજીના પુરવઠાને અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં આવેલા ઓઈલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી)ના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગની અસર મુંબઈના સીએનજી પુરવઠાને થઈ છે. આગને કારણે ઓએનજીસીના વડાલા ખાતેના તેના સિટી ગેટ સ્ટેશનને ગેસ સપ્લાયને પુરવઠો બંધ થઈ ગયો છે અને તેને કારણે સીએનજી સ્ટેશનના સપ્લાયને પણ મોટા પ્રમાણમાં અસર થઈ છે.

ઉરણની ભીષણ આગથી સીએનજીના પુરવઠાને મુંબઈમાં અસર થઈ છે અને એ સાથે જ ઘરમાં પાઈપલાઈનથી મળતા ગેસ પુરવઠાને પણ અનેક વિસ્તારમાં ફટકો પડયો હોવાનો અહેવાલ છે ત્યારે મહાનગર ગેસ લિમિટેડે (એમજીએલ) મંગળવારે આશ્ર્વાસન આપ્યું હતું કે ગ્રાહકોને ઘરમાં મળતા પાઈપ નેચર ગૅસ(પીએનજી)ના પુરવઠાને કોઈ અસર થાય નહીં અને તેમને વગર કોઈ અવરોધે પ્રાથમિકતાના ધોરણે ગૅસ મળી રહે તેવા પ્રયાસ જાળવી રાખવામાં આવ્યા છે.
સોમવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ઓએનજીસીના ઉરણ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઓનજીસીના ફાયર બિગ્રેડ સર્વિસ દ્વારા તેને બે કલાકમાં ભારે જહેમત બાદ નિયંત્રણમાં લાવવામાં આવી હતી. ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. જોકે તેને કારણે ઉરણથી મુંબઈ સપ્લાય તેના સીએનજી પુરવઠાને અસર થઈ હતી.

એમજીએલ મંગળવારે દાવો કર્યો હતો કે તેમના ડોમેસ્ટિક ગ્રાહકોને મળતા ગેસ પુરવઠાને જાળવી રાખવાના પ્રયાસ રહેશે પણ સીએનજી સ્ટેશનમાં ગેસ પુરવઠાને અસર થવાની છે. એમજીએલે ચેતવણી પણ આપી હતી કે પાઈપલાઈનમાં ઓછા દબાણને કારણે મુંબઈમાં સીએનજી પુરવઠાની ઉપલબ્ધતાને અસર થઈ છે.

એમજીએલે પોતાના ઈન્ડસ્ટ્રિયલ અને કમર્શિયલ ગ્રાહકોને વૈકલ્પિક ઈંધણ તરફ સ્વિચ કરવાની વિનંતી પણ કરી હતી. ઓએનજીસીની કામગીરી જયાં સુધી ફરી શરૂ થશે ત્યાર બાદ જ ગેસ પુરવઠો પુન:સ્થાપિત કરી શકાશે એવું માનવામાં આવે છે.

આ પણ વાંચો…દહિસરમાં બહુમાળીય ઈમારતમાં આગ: એક મહિલાનું મૃત્યુ અનેક રહેવાસી ક્રિટીકલ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button