Mumbai Fire: મુંબઈના ધારાવીમાં લાગી આગ, છ ઘાયલ

Mumbai Fire: મુંબઈના ધારાવીમાં લાગી આગ, છ ઘાયલ

મુંબઇઃ ગુજરાતના રાજકોટ અને દિલ્હીમાં લાગેલી ભીષણ આગ બાદ હવે મુંબઈના ધારાવી વિસ્તારમાં પણ આગ લાગવાના સમાચાર આવ્યા છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી વિસ્તારના એક ઈન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. જો કે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. BMCના જણાવ્યા અનુસાર આગ લાકડાના ફર્નિચર સુધી સીમિત છે.

Read More: સંપૂર્ણ ગોખલે બ્રિજ આવતા વર્ષે માર્ચમાં ખુલ્લો મુકાશે

ઘાયલોને નજીકની સરકારી સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ધારાવી વિસ્તારમાં કાલા કિલા સ્થિત અશોક મિલ કમ્પાઉન્ડમાં ત્રણ માળની અને ચાર માળની ઇમારતોમાં સવારે 3.45 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ શહેર પોલીસ, સિવિક વોર્ડનો સ્ટાફ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Read More: Mumbai Fire: મુંબઈના બંગલેામાં ધધકતી આગની વચ્ચે જોરદાર બ્લાસ્ટ

અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ ફાયર એન્જિન અને પાણીના ટેન્કરો સહિત અન્ય અગ્નિશમન વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સંબંધિત લેખો

Back to top button