12 વર્ષની બાળકી સાથે ‘લગ્ન’ કરી ગર્ભવતી બનાવી: યુવાન સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની બાળકી સાથે કથિત લગ્ન કર્યા બાદ વારંવાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવા પ્રકરણે પોલીસે 29 વર્ષના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
દેશમાં બાળલગ્ન ગેરકાયદે હોવા છતાં આરોપીએ છ મહિના અગાઉ બાળકી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી બાળકી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો, જેને પગલે તે ગર્ભવતી બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ યુવાન અને બાળકી સાતારાના વતની છે. સર્વે દરમિયાન ગુરુવારે પનવેલના સ્થાનિક ડૉક્ટરને બાળકી ચાર મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે ડૉક્ટરે પોલીસને જાણ કરી હતી.
ખાંડેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે યુવાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો, પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ચાઈલ્ડ મૅરેજ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)