આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠવાડા, વિદર્ભ તપ્યુંઃ સરેરાશ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો

મુંબઈ: મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભારતના હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસો સુધી મહારાષ્ટ્રના કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો વધીને 40-50 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે.

મુંબઈમાં તાપમાનમાં ભારે વધારો થતાં ભીષણ ગરમી જણાઈ રહી છે. મરાઠવાડાના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીથી તાપમાન વધી રહ્યું છે, તેમ જ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળવાનો છે. જેને લીધે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન 40થી 50 ડિગ્રી સુધી પહોંચી શકે એવો અનુમાન આઇએમડીએ આપ્યો છે. કોંકણ વિસ્તારમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.


કોંકણની સાથે મુંબઈમાં પણ તાપમાન અને ભેજમાં વધારો થતાં મુંબઈગરાઓને પણ વધુ ગરમીનો સામનો કરવાની શક્યતા રહેશે. બુધવાર સુધી મુંબઈમાં પણ આ જ પ્રકારનું હવામાન જોવા મળી શકે છે, જ્યારે આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન 40થી 50 ડિગ્રી સુધી રહી શકે છે. વધતી ગરમી અને ઉકળાટને લીધે આઇએમડી વિભાગે લોકોને વિના કોઈ કારણ ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે તેમ જ વધુ પાણી પીવાની સાથે આછા રંગ અને કોટનના કપડાં, ઘરની બહાર નીકળતા ટોપી પહેરીને કે છત્રી લઈને સાવચેતી રાખવાની સલાહ આપી છે.


મુંબઈમાં સોમવારે કોલાબામાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તેમ સાંતાક્રુઝમાં 33.2 ડિગ્રી તાપમાનની નોંધવામાં આવ્યું હતું. જોકે આગામી અઠવાડિયામાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન હજુ વધવાની સાથે લૂની શક્યતા પણ આઇએમડી વિભાગે વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button