Maharashtra politics: મહારાષ્ટ્રમાં મરાઠી લોકો સાથે થઇ રહ્યું છે ઓરમાયું વર્તન: શિવસેનાએ માંગ્યો કેન્દ્ર પાસે જવાબ

મુંબઇ: છેલ્લાં કેટલાંય મહિનાથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઇને રાજકારણ ભડક્યું છે. દરમીયાન હવે શિવસેના ઠાકરે જૂથ દ્વારા મહારાષ્ટ્રમાં મરાઠી લોકો સાથે નોકરી માટે ઓરમાયું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો છે. આયકર વિભાગમાં 1200માંથી માત્ર 3 પદ મરાઠી યુવકોને મળ્યા છે. કેન્દ્ર મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોની કાર્યાલય ઊભી કરવા માંગે છે કે શું? એવો પ્રશ્ન શિવસેના ઠાકરે જૂથ દ્વારા કેન્દ્રને પૂછવામાં આવ્યો છે.
સરકારી નોકરી મહારાષ્ટ્રમાં પણ એમાં એક ટક્કો મરાઠી યુવકોને પણ તક નથી તે વાત ધ્યાનમાં આવી છે એમ સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું. આ મુદ્દે રેલવે મહામંડળને પત્ર લખી સાવંતે જવાબ માંગ્યો છે. સરકારી ખાતામાં, રેલવે ભરતીમાં એક ટક્કો પણ મરાઠી યુવકોને તક મળતી નથી. આ ભૂમીપુત્ર પર અન્યાય છે. તેથી મહારાષ્ટ્રમાં નોકરીમાં ભૂમીપુત્રોને પ્રાધાન્ય આપો એવી અમે શરુઆતથી જ માંગણી કરી રહ્યાં છે એમ સાવંતે જણાવ્યું હતું.
મુંબઇ રેલવે વિકાસ મહામંડળ દ્વારા એક જાહેરાત આપવામાં આવી હતી. એ જાહીરાત મુજબ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવનાર હતી. આ જાહેરાત મુજબ 15 જગ્યાઓ ભરવામાં આવનાર હતી. 20 યુવાનોએ અરજી કરી અને 12 જગ્યાઓ માટે નોકરી આપવામાં આવી. આ 12 જગ્યા પર કોની નિમણૂંક થઇ છે એ જોઇએ તો એમાં એક પણ યુવક મુંબઇ કે મહારાષ્ટ્રનો નથી. આયકર વિભાગમાં પણ આવું જ ચાલી રહ્યું છે. અહીં પણ 1200 ઉમેદવારોમાંથી માત્ર ત્રણ જ મરાઠી છે.
જેમને મરાઠી આવડતું નથી તેમને મુંબઇ રેલવેમાં ભરતી કરવામાં આવી રહ્યાં છે. આ પરપ્રાંતીઓને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ ભેટ છે. રાવસાહેબ દાનવે રેલવે પ્રધાન છે પણ એમને કેટલો અધિકાર છે એ ખબર નથી એમ સાવંતે જણાવ્યું હતું.