Shiv Sena: Marathas Back Shinde as CM

મરાઠાઓ શિંદેને સીએમ તરીકે ઈચ્છે છે: શિવસેનાનો દાવો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે મહાયુતિમાં અત્યારે ખેંચતાણ ચાલી હોવાથી પ્રવર્તી રહેલા સસ્પેન્સ વચ્ચે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના એક નેતાએ એવો દાવો કર્યો છે કે મરાઠા સમુદાય એકનાથ શિંદેને ટોચના પદ પર ચાલુ રાખવા માંગે છે.

આ પણ વાંચો : જો ‘એક’નાથ છે તો ‘સેફ’ છે

શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિંદેને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવે તે ઈચ્છનીય છે.

288-સભ્યોની વિધાનસભામાં 230થી વધુ બેઠકો જીતીને ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને જંગી જીત હાંસલ કરી હોવા છતાં, આગામી મુખ્ય પ્રધાન કોણ હોવું જોઈએ તેના પર શાસક ગઠબંધનના નેતાઓ અત્યાર સુધી સર્વસંમતિ સાધી શક્યા નથી.

શિંદેએ સફળતાપૂર્વક મરાઠા સમુદાયને (આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ હેઠળ) દસ ટકા આરક્ષણ આપ્યું હતું અને અન્નાસાહેબ પાટીલ અને સારથી કોર્પોરેશનો દ્વારા સમુદાયને મદદ કરી હતી અને તેથી જ મરાઠા સમાજ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને પડખે ઊભો રહ્યો હતો, એવો દાવો તેમણે કર્યો હતો.

મુખ્ય પ્રધાન મરાઠા સમુદાયના હોવા જોઈએ તેવી માંગ મજબૂત થઈ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન શિંદે, જેઓ પશ્ર્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના અને રાજકીય રીતે પ્રભાવશાળી મરાઠા સમુદાયના છે, ત્યારે ભાજપના નેતા અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જે ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે મુખ્ય પ્રધાનપદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ તેઓ નાગપુરના અને બ્રાહ્મણ સમાજના છે.

આ પણ વાંચો : માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…

આ દરમિયાન મહિલાઓનું એક જૂથ સોમવારે અહીં શિંદેને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા મળ્યું હતું, જે યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને રૂ. 1,500 મળે છે. આ યોજનાએ મહાયુતિની ચૂંટણીમાં સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

સંબંધિત લેખો

Back to top button