આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને રાજ્યના પીઢ ઓબીસી નેતા છગન ભૂજબળે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે મરાઠાઓને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસીસ)ના ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં.

સોમવારે પત્રકારોને સંબોધતાં તેમણે રાજ્યમાં જાતી આધારિત વસ્તી ગણતરીની માગણી કરી હતી.

આ પણ વાંચો: આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબ

અહીં ઉલ્લેખનીય છે કે ભૂજબળનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓબીસી સમાજના બે કાર્યકર્તાઓ લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે છેલ્લા છ દિવસથી ભૂખ હડતાળ પર છે. સોમવારે જ રાજ્ય સરકારનું એક પ્રતિનિધિમંડળ બંનેને મળ્યું હતું અને તેમને ભૂખ હડતાળ પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી, જે તેમણે નકારી કાઢી હતી.

આંદોલનકારીઓએ કહ્યું હતું કે તેઓ મરાઠા સમાજને આરક્ષણ આપવાના વિરોધમાં નથી, પરંતુ તેનાથી ઓબીસી સમાજના આરક્ષણ પર અસર થવી ન જોઈએ.

આ પણ વાંચો: મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર

ભૂજબળે કહ્યું હતું કે મરાઠા સમાજને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં. અમે એમ નથી કહી રહ્યા પરંતુ ભૂતકાળમાં ચાર પંચે (અનામત માટે નિયુક્ત) આવું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઓબીસી ક્વોટામાંથી મરાઠાને આરક્ષણ આપી શકાય નહીં.

બીજી તરફ ઓબીસી કાર્યકર્તાઓ આંદોલન પર ઉતર્યા છે અને કુણબીને મરાઠા સમાજના ‘સગે સોયરે’ ગણાવતા રાજ્ય સરકારના નોટિફિકેશનને રદ કરવાની માગણી કરી રહ્યા છે. (પીટીઆઈ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker