આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈઃ મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતા કાયદા પર વચગાળાનો સ્ટે આપવો કે કેમ તે અંગેની સુનાવણી મંગળવારે પૂર્ણ ન થતાં હાઇ કોર્ટની પૂર્ણ બેન્ચે અરજીઓની સુનાવણી ૧૩ જૂન સુધી મુલતવી રાખી હતી.

અનામત વિરોધી અરજદારોને તાત્કાલિક રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. જો કે, બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ દરમિયાન કરવામાં આવેલ કોઈપણ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીની નિમણૂકો અંતિમ નિર્ણયને આધીન રહેશે.


આ પણ વાંચો: મરાઠા અનામત આંદોલન મુદ્દે ઠાકરે જૂથના નેતાએ હવે આપી આ પ્રતિક્રિયા, સરકાર પર તાક્યું નિશાન

ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય, જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ફિરદોશ પુનીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને શૈક્ષણિક પ્રવેશ અને નોકરીની ભરતી માટેની જાહેરાતોમાં આ બાબતનો મુખ્ય ઉલ્લેખ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

છેલ્લા દસ વર્ષમાં ત્રણ પછાત વર્ગ આયોગ દ્વારા મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવામાં આવ્યો છે. દરેક વખતે મરાઠા સમાજને વધુ ને વધુ પછાત બતાવવામાં આવ્યો. તેથી, આરક્ષણનો વિરોધ કરી રહેલા અરજદાર વકીલ ગુણરતન સદાવર્તેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મરાઠા સમુદાય પછાત હોવાના વાસ્તવિક આંકડા શું છે.


આ પણ વાંચો: મરાઠા આરક્ષણ અંગે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે: જરાંગે

તેમણે કોર્ટનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું કે ગ્રામીણ વિસ્તારોમાં મરાઠા સમુદાયનું વર્ચસ્વ છે. તેમજ સદાવર્તેએ દાવો કર્યો હતો કે મરાઠા આરક્ષણના સમર્થક મનોજ જરાંગે પાટીલના આંદોલન પછી સરકારે તમામ સ્તરે પ્રગતિશીલ મરાઠા સમુદાયને આરક્ષણ આપ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી