મરાઠા અનામતનો વિરોધ કરનાર યુવાન પર છાંટ્યૂ ઓઇલ: મરાઠા કાર્યકર્તાઓની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
સોલાપૂર: રાજ્યના મરાઠી સમાજને કુણબી પ્રમાણપત્ર મળે તે માટે મનોજ જરાંગેનું આંદોલન ચાલી રહ્યું છે. સરકાર પણ મરાઠા અનામત આપવાનો પ્રયાસ કરી રહી છે. દરમીયાન આ અનામત ઓબીસીમાંથી આપવાનો વિચાર ચાલી રહ્યો હોવાથી હવે ઓબીસી સંગઠનો આક્રમક થયા છે.
મરાઠાઓને ઓબીસીમાંથી અનામત અપાશે તેના વિરોધમાં ઓબીસી સંગઠનોએ આંદોલનનો ઇશારો આપ્યો છે. દરમીયાન મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો વિરોધ કરવાના આક્ષેપ સાથે સોલાપૂરના પ્રતાપ કાંચન આ યુવક પર મરાઠા કાર્યકર્તાઓએ ઓઇલ ફેંક્યુ હોવાની ઘટના બની છે. આ કિસ્સામાં મરાઠા કાર્યકર્તાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંઘવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો વિરોધ કર્યો હોવાના આક્ષેપ સાથે સોલાપૂરના પ્રતાપ કંચન નામના યુવક પર મરાઠા કાર્યકર્તાઓએ ઓઇલ ફેંકી આગ લગાવવાની ધમકી આપી હતી. આ કેસમાં મરાઠા કાર્યકર્તાઓ પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રતાપ કાંચને જાતે આ કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં રામ જાધવ, યોગેશ પવાર, રતિકાંત પાટીલ, ઓંકાર લોખંડે, કિરણ વાઘમારે નામના કાર્યકર્તાઓ પર ગુનો દાખલ કરવમાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ જરાંગેએ મરાઠા નેતાઓને આહવાન કર્યું છે કે મરાઠા યુવકોની સામે જે ષડયંત્ર રચાઇ રહ્યું છે તેને ડામવા માટે બધાએ ભેગા થવું પડશે. હું આજે કહી રહ્યો છું, પછી કોઇએ કહેવું ન જોઇએ કે અમને કંઇ જ ખબર નથી. તો મરાઠાના બાળકો સાથે ઊભા રહો. આ જ સમય છે જો તમે ભેગા નહીં થાવ તો મરાઠા સમાજ તમને ક્યારેય માફ નહીં કરે. એવી અપીલ મનોજ જરાંગેએ મરાઠા નેતાઓને કરી હતી.