Maratha reservation: મરાઠા આંદોલનકારીઓની મુખ્ય પ્રધાનના ‘વર્ષા બંગલા’ તરફ કૂચ, પોલીસે કરી ધરપકડ
મુંબઇ: મુંબઇમાં મરાઠા ક્રાંતી મોરચા દ્વારા મરાઠા અનામત માટે આંદોલન કરવામાં આવનાર છે તેવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા મેસેજને પગલે મુંબઇ પોલીસે મરીનલાઇન વિસ્તારમાં ચૂસ્ત બંદોબંસ્ત ગોઠવ્યો હતો. ત્યારે હવે આ વાઇરલ મેસેજ સાચો સાબિત થયો હતો અને મરાઠા આંદોલનકારીઓ મોરચા માટે ગિરગાંવ ચોપાટી પર ભેગા થયા હતાં. ગિરગાંવ ચોપાટીથી મોરચાની શરુઆત થઇ હતી અને આ મોરચો મુખ્ય પ્રધાનના સરકારી બંગલાની દિશામાં આગળ વધી રહ્યો હતો. આ જ પાર્શ્વભૂમી પર મુખ્ય પ્રધાનના વર્ષા બંગલા પર પણ ચૂસ્ત બંદોબંસ્ત ગોઠવાવમાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા એક મેસેજે મુંબઇ પોલીસની ચિંતા વધારી છે. જોકે આ મેસેજ સાચો સાબિત થયો છે અને મરાઠા ક્રાંતી મોરચા મહારાષ્ટ્ર તરફથી આજે મુંબઇમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. મોરચાની શરુઆત સવારે જ થઇ ગઇ હતી અને આ મોરચો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલા તરફ આગળ વધી રહ્યો હતો. દરમીયાન આ રસ્તા પરનો વાહનવ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો.
અનામત એ મરાઠા તરીકે જ જોઇએ છે અને મહત્વની વાત એ છે કે કાયદામાં ટકે એવું હોવું જોઇએ આ માંગણીઓ સાથે મરાઠા ક્રાંતી મોરચા દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે એમ આંદોલનકારીઓએ જણાવ્યું હતું. જોકે આ આંદોલનને કારણે મરાઠા સમાજમાં બે વિચારો તો નિર્ણાણ નથી થયા ને? એવો પ્રશ્ન હાલ ઉભો થયો છે.
કારણ કે થોડાં દિવસો પહેલાં જ મનોજ જરાંગેએ મરાઠા સમાજના આરક્ષણ માટે અંતરવાલી સરાટી જાલના ખાતે આમરણ ઉપવાસ આંદોલન કર્યુ હતું. મરાઠા સમાજને કુણબીમાંથી અનામત આપો આ સહિતની અન્ય માંગણીઓ માટે જરાંગે પાટીલ ઉપવાસ આંદોલન પર બેઠા હતાં. પણ હવે મરાઠા ક્રાંતી મોરચાએ મરાઠાઓને મરાઠા તરીકે જ અનામત આપો એવી માંગણી કરીને આંદોલન પોકારી મુખ્ય પ્રધાનના વર્ષા બંગલા તરફ કૂચ કરી છે.
ગિરગાંવમાં મરાઠા ક્રાંતી મોરચાના આંદોલનકારીઓ ભેગા થઇને મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાન તરફ આગળ વધ્યા હતાં. જોકે ગિરગાંવ ચોપાટીથી વર્ષા બંગલા સુધીનો વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી પોલીસે આ મોરચાની પરવાનગી નકારી હતી. જોકે આંદોલનકારીઓ સાથે વાત કર્યા બાદ પોલીસે ગિરગાંવમાં આવેલ શહીદ તુકારામ ઓંબળે ચોકથી વિવિંગ ડેક સુધી મોરચા માટે પરવાનગી આપી હતી. આંદોલનકારીઓએ મોરચો શરુ કર્યો. અને તેઓ જ્યારે વિવિંગ ડેક પહોંચ્યા ત્યાર બાદ પોલીસે મરાઠા આંદોલનકારીઓની ધરપકડ કરી હતી.