મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મરાઠા સમુદાય સામાજિક રીતે પછાત નથી અને મરાઠાઓને દલિતોની જેમ અસ્પૃશ્ય માનવામાં આવ્યા નથી.

કાનૂની દસ્તાવેજો ન ધરાવતા મરાઠા નાગરિકોને ઓબીસી હેઠળ અનામત મળવી અશક્ય છે. મરાઠા સમાજના નેતા ચંદ્રકાંત પાટીલે એવી પણ ટીકા કરી હતી કે સમુદાયને સામાજિક અને આર્થિક પછાતપણું (એસઈબીસી) હેઠળ અનામત આપવામાં આવી છે, પરંતુ તેઓ એનાથી સંતુષ્ટ નથી કેમ કે તેમાં કોઈ રાજકીય અનામત નથી.

આપણ વાંચો: મુંબઈમાં મરાઠા આંદોલન: સ્વચ્છતા જાળવવાનો પડકાર, 800 કર્મચારી ખડેપગે

મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે-પાટીલ આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠા છે ત્યારે પાટીલની આ ટિપ્પણી આવી છે.

રાજ્ય સરકારે મરાઠા અનામત અંગે એક કેબિનેટ સબ-કમિટીની નિમણૂંક કરી હતી, જેમાં પાટીલ ભૂતપૂર્વ ચેરમેન અને વર્તમાન પેટા-કમિટીના સભ્ય પણ છે. પાટીલે મરાઠા અનામત અંગે દેવેન્દ્ર ફડણવીસના વલણ અને તેમણે સમુદાય માટે અત્યાર સુધી લીધેલા નિર્ણયોને સમર્થન આપ્યું હતું.

પાટીલે કહ્યું કે બંધારણે જાતિગત પછાતપણું નક્કી કરવાની સત્તા ફક્ત રાજ્ય પછાત વર્ગ આયોગ (સ્ટેટ બેકવર્ડ કમિશન)ને આપી છે, શિંદે સમિતિ તે નક્કી કરી શકતી નથી. સરપંચપદ સહિતના રાજકીય લાભ મેળવવાના દ્રષ્ટિકોણથી આ બધું ચાલી રહ્યું છે. આઝાદ મેદાનમાં આંદોલનને મંજૂરી આપવામાં આવી છે ત્યારે સામાન્ય મુંબઈગરાને તકલીફ આપવાનું ખોટું છે.

આપણ વાંચો: સીએમ ફડણવીસે અડધી રાત્રે કરી બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ શિવાજી મહારાજના પગલે ચાલી રહ્યા છે. અમે મહારાજ સાથે સરખામણી કરી રહ્યા નથી, નહીં તો અહીં પાછો નવો વિવાદ ઊભો થશે.

કાયદેસર રીતે, જેની પાસે પુરાવા નથી, એવા મરાઠા સમુદાયના સભ્યોને ઓબીસી શ્રેણી હેઠળ અનામત મળવું અશક્ય છે. સમય બગાડવા માટે આજે કેટલીક માગણીઓ સ્વીકારવામાં આવે તો પણ, તે મુદ્દાઓ કાયદેસર રીતે ટકાઉ રહેશે નહીં.

સરકારના ‘સગેસોયરે’ (સગાંસંબંધી) અંગેના નિર્ણય અંગે તેમણે કહ્યું હતું કે આપણી પિતૃસત્તાક વ્યવસ્થાના નિયમો મુજબ, સગેસોયરે ફક્ત પિતા તરફથી માનવામાં આવે છે અને આવા બધા સંબંધીઓને પ્રમાણપત્રો મળવા લાગ્યા છે. લાખો સમુદાયના સભ્યો હવે કુણબી પ્રમાણપત્રોનો લાભ લઈ રહ્યા છે.

એનસીપી પ્રમુખ શરદ પવાર ચાર વખત મુખ્ય પ્રધાન હતા. તે સમયે તેમણે તમિલનાડુ જેવી અનામત કેમ ન આપી? તમિલનાડુમાં અનામતનો મુદ્દો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તે ટકશે નહીં, એમ પણ પાટીલે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button