મુંબઈમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, જરાંગેએ કહ્યું મરી જઈશ પણ આઝાદ મેદાન ખાલી નહી કરું…
Top Newsઆમચી મુંબઈ

મુંબઈમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, જરાંગેએ કહ્યું મરી જઈશ પણ આઝાદ મેદાન ખાલી નહી કરું…

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની શરુઆત થઈ છે. જેમાં મુંબઈમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે અને તેમના સમર્થકોને સાંજ સુધીમાં આઝાદ મેદાન અને રોડ ખાલી કરવા પોલીસે નોટીસ પાઠવી છે.

આ અંગે મુંબઈ હાઈકોર્ટે સોમવારે કડક વલણ અપનાવીને આજ સાંજ સુધી મેદાન ખાલી કરવા જણાવ્યું છે. જો કે આ નોટીસ બાદ મનોજ જરાંગે કહ્યું છે કે ભલે મરી જઈશ પણ હું મેદાન ખાલી નહી કરું.

આજે આંદોલનનો પાંચમો દિવસ
આજે આંદોલનનો પાંચમો દિવસ છે. જેમાં તેમણે ચોથા દિવસે અનિશ્ચિતકાળના ઉપવાસના ચોથા દિવસે જળ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી.

તેની બાદ સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિપક્ષી દળોનો આરોપ છે કે રાજ્ય સરકાર મનોજ જરાંગેના આંદોલનને અવગણી રહી છે.

સરકાર હાઈકોર્ટના આદેશનો અમલ કરવા પ્રતિબદ્ધ
આ પૂર્વે બોમ્બે હાઈકોર્ટે મનોજ જરાંગેએ શરતોના ભંગ બદલ નારાજગી પ્રકટ કરી હતી. તેમજ મનોજ જરાંગે તેમના સમર્થકોને મંગળવાર સાંજ સુધી આઝાદ મેદાન અને રોડ ખાલી કરવા આદેશ આપ્યો છે.

હાઈકોર્ટની આકરી ટીકા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને બંને ઉપ મુખ્યમંત્રીઓ અજીત પવાર અને એકનાથ શિંદે સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે સરકાર હાઈકોર્ટના આદેશનો અમલ કરવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો…મુંબઈની આ હાલત માટે સરકાર જ જવાબદાર, જાણો કોણે કહી આ વાત…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button