મરાઠા અનામત મુદ્દે ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેએ મુંબઈ હાઈકોર્ટની માફી માંગી

મુંબઈ : મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા અનામત મુદ્દે ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેએ મુંબઈ હાઈકોર્ટની માફી માંગી છે. તેમણે મુંબઈમાં તેમના સમર્થકોએ લોકો સાથે કરેલા દુર્વ્યવહાર અને લોકોને પડેલી મુશ્કેલી મદદ માફી માંગી છે. જોકે, અદાલતે કહ્યું કે તેમણે કાયદાનો ભંગ કર્યો છે. તેથી તેમણે તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવું જોઈએ.
હાઈકોર્ટે આઝાદ મેદાન ખાલી કરવા માટે જણાવ્યું
હાઈકોર્ટે મનોજ જરાંગે અને તેમના સમર્થકોને બપોરે ત્રણ વાગે સુધી આઝાદ મેદાન ખાલી કરવા માટે જણાવ્યું છે. તેમજ અદાલતે ચેતવણી પણ આપી છે કે મેદાન ખાલી નહી કરે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવે. જેમાં દંડ સહિત અવમાનનાની કાર્યવાહી પણ સામેલ છે. તેમજ મનોજ જરાંગે અને તેમના સમર્થકોકે મંજુરી વિના મેદાન પર કબજો કરવાનો કોઈ અધિકાર નથી. આ ખુબ ગંભીર સ્થિતિ છે. અમે રાજ્ય સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. અમને લાગે છે કે સરકાર તરફથી મોટી ભૂલ થઈ છે.
ગેરવર્તણૂક બદલ માફી માંગી
જયારે મનોજ જરાંગે તરફથી વરિષ્ઠ એડવોકેટ સતીશ માનેશિંદેએ શહેરના રસ્તાઓ પર તેમના કેટલાક સમર્થકો દ્વારા કરવામાં આવેલા ગેરવર્તણૂક બદલ માફી માંગી. માનેશિંદેએ કહ્યું કે જરાંગે પહેલા દિવસથી પ્રયાસ કરી રહ્યાછે કે કોઈ પણ નાગરિકને કોઈ અસુવિધા ન થાય.
આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે પાઠવી
મુંબઈમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે અને તેમના સમર્થકોને સાંજ સુધીમાં આઝાદ મેદાન અને રોડ ખાલી કરવા પોલીસે નોટીસ પાઠવી છે. આ અંગે મુંબઈ હાઈકોર્ટે સોમવારે કડક વલણ અપનાવીને આજ સાંજ સુધી મેદાન ખાલી કરવા જણાવ્યું છે. જો કે આ નોટીસ બાદ મનોજ જરાંગે કહ્યું છે કે ભલે મરી જઈશ પણ હું મેદાન ખાલી નહી કરું.
આ પણ વાંચો…‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી