દક્ષિણ મુંબઈના હેરિટેજ ઝોન મરાઠા આંદોલનકારીઓનું પિકનિક સ્પોટ

મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે આઝાદ મેદાનમાં આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલની સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા આંદોલનકારીઓ દક્ષિણ મુંબઈના હેરિટેજ સ્થળોને પિકનિક સ્પોટ બનાવી નાંખ્યા છે.
હજારો આંદોલકારીઓ આઝાદ મેદાન સહિતના આજુબાજુના પરિસરમાં ખુલ્લામાં સ્નાન કરવાની સાથે જ શૌચક્રિયા કરી રહ્યા છે. અમુક લોકો નાચ-ગાન તો અમુક લોકો ખુલ્લામાં પોતાની માટે ખોરાક રાંધી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
આપણ વાંચો: મરાઠા સમાજનું આંદોલન કે પર્યટન…
વરસાદે વિરામ લીધો હોવાથી મુંબઈમાં મોટી સંખ્યામાં ઊતરી આવેલા મરાઠા આંદોલનકારીઓએ આઝાદ મેદાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયની બહાર પોતાના આસાન લગાવીને બેસી ગયા છે.
અનેક આંદોલનકારીઓ અહીં રસ્તા પર ખુલ્લામાં ન્હાવાની સાથે જ મેટ્રો સ્ટેશનની દીવાલ, પાલિકાના મુખ્યાલયની દીવાલ તથા આઝાદ મેદાનની ફરતે આવેલી જાળીઓ પર લઘુશંકા કરત તથા ન્હાતા જોવા મલ્યા હતા.
આપણ વાંચો: રાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો
આંદોલનકારીઓમાના એક ગ્રૂપના લોકો તો પાલિકાના મુખ્યાલયની નજીક આવેલા એક ફુવારામાં ન્હાતા જોવા મળ્યા હતા. અમુક આંદોલનકારીઓએ તો આઝાદ મેદાનથી લગભગ એક કિલોમીટર દૂર જહાંગીર આર્ટ ગેલેરી પાસે પહોંચીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. અમુક લોકો ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ભગવો પહેરીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.