મરાઠા આંદોલન: ચર્ચગેટ, હુતાત્મા ચોક અને કોલાબા જામ, મુંબઈ લોકલ ટ્રેનના શું હાલ છે?,

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવા માટે સરકારને માંગણી કરનારા મનોજ જરાંગે મુંબઈ પહોંચતા તેવર એકદમ બદલાઈ ગયા હતાં. સમગ્ર મહારાષ્ટ્રમાંથી મુંબઈ આવેલા કાર્યકરોને કારણે ટ્રાફિક જામને કારણે સ્થાનિક નાગરિકોને અવરજવર કરવામાં હાલાકી પડી હતી. બીજી બાજુ દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટથી હુતાત્મા ચોક અને કોલાબામાં કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવવાને કારણે ચારેય બાજુ વાહનોનો ભયંકર જામ લાગ્યો છે. ચારેય બાજુ કાર્યકરોએ વાહનોનો ઘેરાવો કરવાને કારણે વાહનોને અટકાવી દેવાની ફરજ પડી હતી.
બીજી બાજુ વરસાદને કારણે રસ્તાઓ પરથી ચર્ચગેટ અને સીએસએમટી સ્ટેશન પર કાર્યકરોને જવાને કારણે સ્ટેશનો પર ભયંકર ભીડ લાગી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં બદલાપુર, કલ્યાણ, ડોમ્બિવલી સહિત અન્ય સ્ટેશનથી અપ લાઇનની લોકલ ટ્રેનમાં ભયંકર ભીડ જોવા મળી હતી. ફાસ્ટ લોકલમાં રેગ્યુલર કરતા પણ વધુ પ્રવાસીઓને કારણે નોકરિયાત લોકોને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં વધુ અગવડ પડી હતી.
એક પ્રવાસીએ કહ્યું હતું કે ગણેશોત્સવમાં બહારથી લોકોની અવાજવર રહે છે, તેમાંય આંદોલનને સમગ્ર રાજયમાંથી લોકો મુંબઈમાં વિવિધ મંદિરો અને મંડપોમાં દર્શન કરવાને નાતે પણ લોકોની ભીડ જોરદાર વધારો થયો હતો. મોટા ભાગના લોકો સેકન્ડ ક્લાસને બદલે ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવાને કારણે ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. દરમિયાન રેલવેએ કહ્યું હતું કે આંદોલનને કારણે ટ્રેનસેવા પર કોઈ અસર પડી નહોતી.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ સ્ટેશન, દાદર અને મધ્ય રેલવેમાં સીએસએમટી સ્ટેશન પર પ્રવાસીઓની સાથે સાથે કાર્યકરોની ભીડ જોરદાર જામી છે, જ્યારે શાંતિપૂર્વક ડેરો જમાવ્યો હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવાનું મુશ્કેલ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સામાન્ય કરતા પણ વધુ વરસાદ અને વિઝીબિલિટી ઓછી હોવાને કારણે સવારથી અપ એન્ડ ડાઉન લાઇનની લોકલ ટ્રેનો રેગ્યુલર ટાઇમ ટેબલ કરતા 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રાફિક પોલીસ દ્વારા પણ આંદોલનને કારણે અમુક નિયત્રંણ મૂકવામાં આવ્યા હતા પણ હાલમાં પરિસ્થિતિ નિયત્રંણમાં છે. બીજી બાજુ મરાઠા અનામત માટે લડી રહેલા મનોજ જરાંગેએ કહ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મુંબઈ નહીં છોડીએ.
આપણ વાંચો: મુંબઈમાં આવવુ જ પડે તેમ હોય તો આ છે અમુક વૈકલ્પિક માર્ગઃ જાણી લો