મનસેની કોર્ટમાં જવાની ચીમકી તો ચૂંટણી પંચે તપાસનો આદેશ આપ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપલિકામાં ચૂંટણી યોજાય તે પહેલા જ જુદી જુદી મહાપાલિકામાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આટલા નગરસેવક બિનહરીફ ચૂંટાઈ આવવા સામે હવે રાજકરણ તપ્યું છે. ભારે હોબાળો થતા રાજ્યના ચૂંટણી પંચે આ પૂરા પ્રકરણની તપાસનો આદેશ આપ્યો છે.
આ મુદ્દે રાજ્યના વિરોધીપક્ષો દ્વારા ઉમેદવારોને ધમકાવવા, પૈસાની લાલચ આવવા જેવા આરોપ કરવામાં આવ્યા છે, તો બિનહરીફ ચૂંટાવાના વિરોધમાં મનસેએ કોર્ટમાં જવાની તૈયારી કરી હોઈ રાજ ઠાકરેએ તેમની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો હતો.
શુક્રવારે અરજી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેની સામે હવે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. આ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ કર્યા બાદ હવે રાજ ઠાકરેની મનસેએ પણ નારાજગી દર્શાવી છે અને મનસે દ્વારા તેમની પાસે પૂરતા પુરાવા હોઈ તેઓ કોર્ટમાં જશે એવો દાવો શનિવારે કર્યો હતો.
પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાવાની પૅટર્ન જો સમયસર રોકી નહીં તો ભવિષ્યમાં ચૂંટણી થવાનું જ બંધ થઈ જશે એવો ડર પણ મનસેએ વ્યક્ત કર્યો હતો. મનસેના નેતા અવિનાશ જાધવે તેમની પાસે તમામ પુરાવા હોઈ તેઓએ રાજ ઠાકરેને સોંપ્યા છે અને તેઓ કોર્ટમાં જશે એનું શનિવારે કહ્યું હતું.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનમાં બિનહરીફ ચૂંટણીઓની તપાસના આદેશ આપ્યા…
આ દરમ્યાન રાજયમાં આટલી મોટી સંખ્યામાં નગરસેવકો બિનહરીફ ચૂંટાવા સામે શંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના ચૂંટણી પંચે જિલ્લા અધિકારીઓ પાસેથી અહેવાલ મગાવ્યો છે આ જગ્યા બિનહરીફ કઈ રીતે થઈ ગઈ? રાજ્યમાં ભાજપના ૪૫, શિવસેના (શિંદે)ના ૧૯, રાષ્ટ્રવાદી કાૅંંગ્રેસ (અજિત પવાર)ના બે અને અન્ય એક એમ કુલ ૬૭ નગરસેવક બિનહરીફ ચૂંટાયા છે, જેમાં કલ્યાણ-ડોંબિવલીમાં સૌથી વધુ ત્યારબાદ છત્રપતિ સંભાજી નગર, પુણે-પિંપરી ચિંચવડ અને જળગાંવ પાલિકાનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ધમકાવવું, પૈસાની લાલચ આપવી જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને એ ફરિયાદ સાથે તેઓએ ચૂંટણી પંચને દખલ લઈને તેની તપાસ કરવાની વિનંતી પણ કરી હતી.મનસે દ્વારા શનિવારે એવા આક્ષેપ થયા હતા કે શુક્રવારે જે લોકોએ અરજી પાછી ખેંચી છે તેઓે વેચાઈ ગયા છે, તેમના મોબાઈલના ડેટા ચેક થવા જોઈએ.
તેમને કોણે ફોન કર્યા હતા? કેટલી વખત ફોન કરવામાં આયા હતા. મતદાન કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ ચેક થવા જોઈએ. તેમને મતદાન તકેન્દ્ર પર કોણ લઈને ગયું હતું. બધી ચૂંટણી પૈસાથી ખરીદી કરી લેવામાં આવી છે. પેસાનો મોટો વ્યવહાર થયો છે. સોમવારે તેના વિરુદ્ધમાં કોર્ટમાં જવાની તૈયારી પણ કરી હોવાનો દાવો મનસેના નેતાએ કર્યો હતો.



